
બાંગ્લાદેશી ઘૂસણખોર દ્વારા પોલ પટ્ટી ખુલી.રાયબરેલી જિલ્લામાં મોટું દસ્તાવેજ છેતરપિંડીનું રેકેટ સામે આવ્યું.રાયબરેલીમાં ૫૨૦૦૦થી વધુ જન્મ પ્રમાણપત્ર રદ થશે.ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં એક મોટું દસ્તાવેજ છેતરપિંડીનું રેકેટ સામે આવ્યું છે. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) દ્વારા ગેરકાયદે બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સની તપાસ દરમિયાન પોલ ખૂલ્યા બાદ, જિલ્લા વહીવટીતંત્રે સલોન ડેવલપમેન્ટ બ્લોકની ૧૨ ગ્રામ પંચાયતોમાં કથિત રીતે જાહેર કરાયેલા ૫૨,૮૪૬ નકલી જન્મ પ્રમાણપત્રો રદ કરવા માટે ઝુંબેશ શરૂ કરી છે. અહેવાલો અનુસાર, આ મોટા પાયે દસ્તાવેજ છેતરપિંડીનો મામલો જુલાઈ ૨૦૨૪માં ત્યારે પ્રકાશમાં આવ્યો, જ્યારે દ્ગૈંછએ બેંગલુરુથી ગેરકાયદે બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ ઝાકીરની ધરપકડ કરી. ઝાકીર પાસેથી સલોન બ્લોકના એક ગામનું નકલી જન્મ પ્રમાણપત્ર મળી આવ્યું હતું. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ મોટા પાયે છેતરપિંડી રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો છે.
રાયબરેલીમાં શરૂ કરાયેલી આ કાર્યવાહી રાજ્યના વ્યાપક ચકાસણી અભિયાનનો એક ભાગ છે, જેનો હેતુ ગેરકાયદે વિદેશી નાગરિકો અને ઓળખ છેતરપિંડી નેટવર્ક્સને નિશાન બનાવવાનો છે. મુખ્ય વિકાસ અધિકારી (CDO) અંજુલતાએ પુષ્ટિ કરી કે રદ કરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં ૮૭૮થી વધુ નકલી પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. વિકાસ ભવન ખાતે ૧૦ સભ્યોની ચકાસણી ટીમ તહેનાત કરવામાં આવી છે, જ્યાં ખાસ કેન્દ્રમાં પ્રમાણપત્રો રદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
ડીપીઆરઓ સૌમ્ય શીલ સિંહે કહ્યું હતું કે ‘અસરગ્રસ્ત ગામોમાં દલહેપુર, નૂરુદ્દીનપુર, પૃથ્વીપુર, સંદા સૈદાન, માધોપુર નાનીયા, લાહુરેપુર, સિરસિરા, ગાડી ઇસ્લામ નગર, અવનીશ, ગોપાલ અનંતપુર અને દુભાનનો સમાવેશ થાય છે. એકલા દલહેપુરમાં ૧૩,૭૦૭ નકલી પ્રમાણપત્રો હતા, ત્યારબાદ નૂરુદ્દીનપુર (૧૦,૧૫૧) અને પૃથ્વીપુર (૯,૩૯૩) છે.‘




