
ધોરણ-૧૦ નું પરિણામ ૬ મેના રોજ જાહેર થશે.ધોરણ-૧૨ અને ધોરણ-૧૦ ના પરિણામની તારીખ જાહેર થઈ.ધોરણ ૧૨ સાયન્સ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ સોમવારે ૪ મેના રોજ જાહેર થશે.ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની પરીક્ષાઓના પરિણામની તારીખ આવી ગઈ છે. ધોરણ ૧૨ સાયન્સ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ સોમવારે ૪ મેના રોજ જાહેર થશે. તો ધોરણ-૧૦ નું પરિણામ ૬ મેના રોજ જાહેર થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માર્ચ માં ધોરણ ૧૨ ની પરીક્ષા યોજવામાં આવી હતી. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧ લાખ થી વધુ વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં ૫ લાખ થી વધુ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ-૧૨ નું પરિણામ જાહેર થતાં કોલેજની પ્રવેશ પ્રક્રિયાનો પણ પ્રારંભ થશે.



