
અજય સરદારજી ફ્રેન્ચાઇઝીના.ડિરેક્ટર રોહિત જુગરાજ સાથે હાઇ-કોન્સેપ્ટ હોરર ફિલ્મ બનાવશે.હાલ અભિનેતા અજય દેવગન ૨૦૦૩ની ફિલ્મ “ભૂત” પછી હોરર જાેનરમાં કમબૅક કરી રહ્યો છે.અજય દેવગન હવે ફરી એક વખત હોરર જાેનરમાં પ્રવેશ કરવા તૈયાર છે, હવે તે ફિલ્મમેકર રોહિત જુગરાજ સાથે એક હાઇ-કોન્સેપ્ટ હોરર જાેનરની ફિલ્મ માટે જાેડાયો છે. આ અંગેના અહેવાલો મુજબ આ પ્રોજેક્ટ હાલ પ્રી-પ્રોડક્શનનાં તબક્કામાં છે અને આ અજય અને રોહિત જુગરાજ વચ્ચેનું એક રસપ્રદ કોલબરેશન છે. રોહિત જુગરાજ સરદારજી અને સરદારજી ૨ જેવી પંજાબી બ્લોકબસ્ટર હિટ્સ માટે જાણીતા ફિલ્મ મેકર છે.કુમાર મંગત દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મનું નામ હજુ જાહેર થયું નથી, પરંતુ તેને એક હાઇ-કોન્સેપ્ટ હોરર સ્ટોરી તરીકે તૈયાર કરવામાં આવી રહી છે, જેનો સિનેમેટિક સ્કેલ ભવ્ય હશે. આ પ્રક્રિયા સાથે જાેડાયેલા સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, “આ નેરેટિવ એટમોસ્ફેરિક સ્ટોરીટેલિંગ પર આધારિત છે, જે તેને પરંપરાગત હોરર ફિલ્મોથી અલગ બનાવે છે.
ફિલ્મનું મોટા પાયે શૂટિંગ લંડનમાં થશે અને હાલ મેકર્સ ટેન્કિકલ ડિપાર્ટમેન્ટ્સ અને સ્ક્રીનપ્લે ફાઇનલ કરવાની પ્રક્રિયામાં છે.”વધુમાં જાણવા મળ્યું છે કે ફિલ્મ માટે કાસ્ટિંગ પણ ચાલી રહ્યું છે, જેમાં ટીમ અજય દેવગનની મજબુત સ્ક્રીન પ્રેઝન્સ સાથે તાલ મિલાવી શકે તેવી કાસ્ટ લાવવા ઇચ્છે છે. સપોર્ટિંગ કાસ્ટની વિગતો હાલ જાહેર કરવામાં આવી નથી, પરંતુ મેકર્સ નવા ટેલેન્ટ અને જાણીતા ચહેરાઓનું મિશ્રણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.આ પ્રોજેક્ટ ખાસ મહત્વનો છે કારણ કે તે અજય દેવગનની ૨૦૦૩ની ફિલ્મ “ભૂત” પછી હોરર જાેનરમાં કમબૅક કરી રહ્યો છે. અજયનો પ્યોર હોરર જાેનરમાં પાછો પ્રવેશ ઇન્ડસ્ટ્રીમાં ચોક્કસ ઉત્સાહ વધારશે. રસપ્રદ રીતે, આ ફિલ્મ માટે એક આકર્ષક અને આકર્ષક નામ પણ નક્કી કરવામાં આવ્યું છે, જેને મેકર્સ જલ્દી જાહેર કરવાની યોજના બનાવી રહ્યા છે. જુલાઇથી શૂટિંગ શરૂ થવાનું નક્કી છે અને આ કોલબરેશન આવતા વર્ષના સૌથી વધુ અપેક્ષિત પ્રોજેક્ટ્સમાંનો એક બની રહ્યો છે. હાલમાં, અજય દેવગન મુંબઈમાં અક્ષય કુમાર સાથે ગોલમાલ ૫નું શૂટિંગ કરી રહ્યો છે. રોહિત શેટ્ટીની આ ળેન્ચાઇઝી ૨૦૨૭માં વર્લ્ડવાઇડ સિનેમા હોલમાં રિલીઝ થવાની છે.




