
ફિલ્મનું લેખન અને દિગ્દર્શન ડેવિડ રોબર્ટ મિચેલે કર્યું એન હેથવે માટે ‘ધ એન્ડ ઑફ ઓક સ્ટ્રીટ’ ફેમિલી હોરર ફિલ્મનો પહેલો અનુભવ ફિલ્મમાં એન હેથવે અને ઇવાન મેકગ્રેગર ઉપરાંત મેઝી સ્ટેલા અને ક્રિશ્ચિયન કોન્વરી મુખ્ય ભુમિકામાં છે
ઑસ્કર વિજેતા હોલિવૂડ એક્ટ્રેસ એન હેથવે ગયાં અઠવાડિયે લોસ એન્જલસમાં યોજાયેલા તેની આવનારી ફિલ્મ ‘ધ એન્ડ ઓફ ઓક સ્ટ્રીટ’નાં પ્રીમિયરમાં સહ-કલાકારો અને ફિલ્મની ટીમ સાથે જાેવા મળી હતી. થિયેટ્રિકલ રિલીઝ પહેલાં ફિલ્મમાં કામ કરવાનાં પોતાનાં અનુભવ વિશે વાત કરતાં હેથવેએ ફિલ્મનાં કલાકારો વચ્ચેનાં મજબુત બોન્ડ અને મુશ્કેલ શૂટિંગ વિશે વાતો કરી હતી. પ્રીમિયર દરમિયાન હેથવેએ જણાવ્યું કે આ ફિલ્મ તેનાં માટે પ્રથમ ‘ફેમિલી હોરર ફિલ્મ’ છે. તેણે કહ્યું, “આ ફિલ્મમાં ઘણું બધું છે. હું ખુબ મજા કરી રહી છું. આ એક ફેમિલી હોરર ફિલ્મ છે, જેમાં કામ કરવાની તક મને અગાઉ ક્યારેય મળી નહોતી. તેથી હું ખુબ ઉત્સાહિત છું.”ફિલ્મના શૂટિંગ દરમિયાન કલાકારો વચ્ચે વિકસેલા સંબંધ વિશે વાત કરતાં હેથવેએ કહ્યું કે સમગ્ર ટીમ વચ્ચે ખૂબ જ સાચો અને મજબુત બોન્ડ બની ગયો હતો. ગરમીમાં દોડવા, બૂમો પાડવા અને કલ્પિત ડાયનાસોરથી બચવાના સીનનું શૂટિંગ કરવું પડતું હતું. આવા મુશ્કેલ કામ દરમિયાન સહકલાકારો એકબીજાને હસાવતાં અને એકબીજાની સંભાળ રાખતાં હોવાં જાેઈએ અને આ ફિલ્મનાં સેટ પર એવું જ બન્યું હતું.હેથવેએ ખાસ કરીને ફિલ્મની ટીમની એકબીજા પ્રત્યેની કાળજીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તમામ કલાકારો એકબીજાની મદદ કરતાં હતાં. શૂટિંગ દરમિયાન જ્યારે તેને ઇલેક્ટ્રોલાઇટ્સની જરૂરિયાત લાગી ત્યારે પણ ટીમનાં સભ્યો એકબીજાની જરૂરિયાતનું ધ્યાન રાખતાં હતાં.આ ફિલ્મમાં એન હેથવે અને ઇવાન મેકગ્રેગર ઉપરાંત મેઝી સ્ટેલા અને ક્રિશ્ચિયન કોન્વરી મુખ્ય ભુમિકામાં છે. ફિલ્મનું લેખન અને દિગ્દર્શન ડેવિડ રોબર્ટ મિચેલે કર્યું છે. ફિલ્મની ટેન્કિકલ ટીમમાં સિનેમેટોગ્રાફર માઇકલ જિયુલાકિસ, પ્રોડક્શન ડિઝાઇનર માયા શિમોગુચી, એડિટર જાેન એક્સલાર્ડ, સંગીતકાર માઇકલ જિયાકિનો અને કોસ્ચ્યુમ ડિઝાઇનર એરિન બેનાચનો સમાવેશ થાય છે. આ ફિલ્મ ૧૪ ઓગસ્ટે ભારતમાં સિનેમાઘરો અને આઈમેક્સમાં રિલીઝ થશે. ભારતમાં ફિલ્મ અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ કરવામાં આવશે.




