
બુર્જ ખલીફાનો રેકોર્ડ તૂટશે!.સાઉદીના ક્રાઉન પ્રિન્સ બનાવડાવી રહ્યા છે ૧૦૦૦ મીટર ઊંચી ઇમારત.આ ઈમારતને જેદ્દાહ ટાવરના નામથી ઓળખવામાં આવશે.વિશ્વની સૌથી ઊંચી ઇમારત એટલે કે દુબઈના બુર્જ ખલીફાનો રેકોર્ડ ટૂંક સમયમાં તૂટવાનો છે. કારણ કે સાઉદીના ક્રાઉન પ્રિન્સ બુર્જ ખલીફા કરતા પણ ઊંચી એક ઇમારત બનાવડાવી રહ્યા છે, જેને જેદ્દાહ ટાવરના નામથી ઓળખવામાં આવશે. તેની ઊંચાઈ બુર્જ ખલીફા કરતા પણ ઘણી વધારે હશે. આ ટાવરની ઊંચાઈ ૧૦૦૦ મીટર હશે એટલે કે ૧ કિલોમીટર. ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ મુજબ, આ ટાવર ૨૦૨૮ સુધીમાં બનીને તૈયાર થઈ જશે. નોંધનીય છે કે, દુબઈના બુર્જ ખલીફાની ઊંચાઈ ૮૨૮ મીટર છે, એટલે જેદ્દાહ ટાવર તેનાથી લગભગ ૧૮૦ મીટર વધુ ઊંચો હશે.
જેદ્દાહ ટાવરની કામગીરી શરૂ – ૨૦૨૫માં જેદ્દાહ ટાવર બનાવવાનું કામ ફરીથી શરૂ થયું હતું. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આલ સઉદના વિઝન ૨૦૩૦ હેઠળ આને બનાવવામાં આવી રહ્યો છે. જેદ્દાહ ટાવર સાઉદી અરેબિયાના જેદ્દા ઇકોનોમિક સિટીમાં બનાવવામાં આવી રહ્યો છે. કહેવામાં આવે છે કે આ એન્જિનિયરિંગનો એક અનોખો નમૂનો હશે.
મીડિયા રિપોર્ટ અનુસાર, જેદ્દાહ ટાવરમાં અત્યાર સુધીમાં આશરે ૮૦ માળ બની ચૂક્યા છે. આનું નિર્માણ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. માનવામાં આવે છે કે આ ઇમારતમાં તમામ અત્યાધુનિક સુવિધાઓ હશે. શરૂઆતમાં આ ઇમારતનું નિર્માણ ૨૦૨૦માં જ પૂર્ણ થઈ જવાનું હતું.
૨૦૧૧માં આ ઇમારત બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ભ્રષ્ટાચારના આરોપો પછી આનું નિર્માણકાર્ય બંધ કરી દેવામાં આવ્યું હતું. તે સમયે આ ઇમારતના ૬૩ માળ બની ગયા હતા. જાેકે, આ વર્ષની શરૂઆતમાં (જાન્યુઆરી ૨૦૨૫માં) આનું કામ ફરી શરૂ થયું છે. જેદ્દાહ ટાવરમાં શું-શું હશે? – જેદ્દાહ ટાવરમાં ઓફિસ, હોટેલ, એપાર્ટમેન્ટ્સ હશે. આ ઊંચા ટાવરમાં આવવા-જવા માટે ખૂબ ઝડપી ચાલતી લિફ્ટ પણ લગાવવામાં આવશે, જેથી મુલાકાતીઓને કોઈ તકલીફ ન પડે.




