
મહિલાએ લગાવ્યો આરોપ ઓસ્કાર એવોર્ડ વિજેતા ગીત ‘નાટૂ નાટૂ’ ના સિંગર સામે FIR દાખલ તેલુગુ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનો જાણીયો સિંગર રાહુલ સિપ્લીગંજે ‘બિગ બોસ તેલુગુ’ની ત્રીજી સીઝનમાં ભાગ લીધો હતો બ્લોકબસ્ટર ફિલ્મ RRR ના વૈશ્વિક સ્તરે સુપરહિટ થયેલા ગીત ‘નાટૂ નાટૂ’ના સિંગર અને ‘બિગ બોસ તેલુગુ ૩’ના વિનર રહી ચૂકેલા રાહુલ સિપ્લીગંજ કાનૂની વિવાદમાં ફસાયા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં તેમની અને તેમના ૧૧ સગા-સંબંધીઓ સામે પોલીસ કેસ (FIR) નોંધવામાં આવ્યો છે. એક મહિલાએ ગંભીર આરોપ લગાવ્યો છે કે સિંગરના સગાએ લગ્નની લાલચ આપીને તેની સાથે છેતરપિંડી કરી હતી અને ત્યારબાદ તેના પ્રાઇવેટ વીડિયો વાઇરલ કરવાની ધમકી પણ આપી હતી.અહેવાલ મુજબ, સંબંધમાં રાહુલના બહેનોઈ (જીજા) થતા એક વ્યક્તિએ મહિલા સમક્ષ પોતાની ઓળખ સિંગરના સંબંધી તરીકે આપીને લગ્નનું વચન આપ્યું હતું. બાદમાં તેણે મહિલાની અંગત તસવીરો અને વીડિયો લીક કરવાની ધમકી આપી હતી. પીડિતાની ફરિયાદના આધારે વિશાખાપટ્ટનમના એમવીપી પોલીસ સ્ટેશનમાં સિંગર રાહુલ સિપ્લીગંજ સહિત ૧૧ લોકો સામે મહિલાને ડરાવવા-ધમકાવવા, માનસિક ત્રાસ આપવા અને જબરદસ્તી નિવેદન આપવા માટે મજબૂર કરવાના મામલે FIR દાખલ કરવામાં આવી છે. આ વિવાદ અંગે હાલ સિંગર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૨માં આવેલી એસ.એસ. રાજામૌલીની ફિલ્મ RRR માં રાહુલે ‘નાટૂ નાટૂ’ ગીત ગાયું હતું, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે અભૂતપૂર્વ સફળતા મળી હતી. આ ગીતના મ્યુઝિક કંપોઝર એમ.એમ. કીરાવાનીએ ઓસ્કર એવોર્ડ જીતીને વિશ્વભરમાં ભારતીય સિનેમાનો ડંકો વાગાડ્યો હતો.તેલુગુ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનો જાણીયો સિંગર રાહુલ સિપ્લીગંજે ‘બિગ બોસ તેલુગુ’ની ત્રીજી સીઝનમાં ભાગ લીધો હતો અને તે સીઝન જીતીને તે વિજેતા બન્યો હતો. અનેક મોટી ફિલ્મોમાં સુપરહિટ ગીતો ગાયા બાદ હવે તે ગંભીર આરોપો હેઠળ કાનૂની મામલામાં ફસાતાં મનોરંજન જગતમાં આ સમાચાર ભારે ચર્ચાનો વિષય બન્યા છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.




