
Spider-Man એ તોડી નાખ્યો સૌથી મોટો રેકોર્ડ! ભારતમાં ૫૦૦ કરોડ પાર કરનારી પહેલી હોલીવુડની ફિલ્મ બની ફિલ્મે ભારતમાં ૬૦.૬૦ કરોડનું ઓપનિંગ ડે ક્લેક્શન કર્યું હતું. એક સાથે ૧૭૦૦૦ સ્ક્રિન મળતા ફિલ્મને સારો એવો ફાયદો થયો ‘સ્પાઈડર મેન: બ્રાંડ ન્યૂ ડે’ ફિલ્મે કમાણીના મામલે નવો રેકોર્ડ બનાવી દીધો છે. ફેન્સ આ ફિલ્મને ખૂબ સારી રીતે પસંદ કરી રહ્યા છે. ફિલ્મની અસર ફેન્સ પર એટલી રહી છે કે, હવે ફેન્સ સોશિયલ મીડિયા પર એની થીમને ફોલો કરી રહ્યા છે. એ થીમ સાથે પોતાના કસ્ટમાઈઝ ફોટો અને મેસેજ પોસ્ટ કરી રહ્યા છે. આ ફિલ્મે ૫૦૦ કરોડ રૂપિયાનો વકરો કરી લીધો છે. આ ફિલ્મે ભારતમાં ૬૦.૬૦ કરોડનું ઓપનિંગ ડે ક્લેક્શન કર્યું હતું. એક સાથે ૧૭૦૦૦ સ્ક્રિન મળતા ફિલ્મને સારો એવો ફાયદો થયો છે. માત્ર મહાનગર જ નહીં, નાના નગરોમાં પણ ફિલ્મે જાદુ કર્યાે છે. નાના શહેરના થિયેટર્સમાં આ ફિલ્મ સતત અઠવાડિયા સુધી ટકી રહી હતી. શૉ હાઉસફૂલ રહ્યા અને હજુ પણ ફેન્સ બીજીવાર જાેવા માટે પસંદ કરે છે.૭૨ ટકા ફિલ્મને ડાયરેક્ટ ઓક્યુપેન્સી મળી રહેતા ફિલ્મની કમાણી પર આની સીધી અસર થઈ છે. બીજા દિવસ ફિલ્મે ૪૯.૩૫ કરોડનો વકરો કર્યાે હતો. આ ક્લેક્શન હોલિવૂડની ફિલ્મ માટે ભારતમાંથી મોટું ગણવામાં આવે છે. ત્રીજા દિવસે કમાણી ૭૦ કરોડને પાર કરી ગઈ હતી.નવમા દિવસે, ફિલ્મે ૧૫ કરોડની કમાણી કરી. ૧૦મા દિવસે, ૩૧ કરોડની કમાણી કરી. ૧૧મા દિવસે તેણે ૩૪.૭૦ કરોડ અને ૧૨મા દિવસે ૭.૬૦ કરોડની કમાણી કરી. ફિલ્મે ૫૦૫.૯૩ કરોડનું ગ્રોસ ક્લેક્શન કર્યું છે. જ્યારે તેની ડાયરેક્ટ ક્લેક્શન ૪૨૩.૦૫ કરોડ છે.આ ફિલ્મનું દિગ્દર્શન ડેસ્ટિન ડેનિયલ ક્રેટન દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં ટોમ હોલેન્ડ, સેડી સિંક અને ઝેન્ડાયા જેવા સ્ટાર્સ છે. તેને ખૂબ જ સારી પ્રતિક્રિયા મળી રહી છે અને હવે તે બોક્સ ઓફિસ પર અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહી છે, દરેક પસાર થતા દિવસ સાથે કમાણીમાં વધારો થઈ રહ્યો છે. આવનારા દિવસોમાં ફિલ્મ કેવી રહેશે તે જાેવાનું બાકી છે. આ ફિલ્મ ચીનની બોક્સ ઓફિસ પર પણ મોટા પાયે કમાણી કરી રહી છે. $૨૦૦ મિલિયનના આંકની નજીક છે, જે પહેલાથી જ $૧૮૬.૬ મિલિયનની કમાણી કરી ચૂકી છે. તે ટૂંક સમયમાં ‘ગોડઝિલા વર્સિસ કોંગ’ દ્વારા સ્થાપિત રેકોર્ડ તોડવા માટે તૈયાર છે, જે ચીનમાં $૮૮.૭ મિલિયનની કમાણી કરી ગઈ હતી.હોલિવૂડની ફિલ્મ ૫૦૦ કરોડને પાર‘સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ એ કોવિડ પછીના યુગમાં ચાઇનીઝ બોક્સ ઓફિસ પર ટોચની ૫ સૌથી વધુ કમાણી કરનાર હોલીવુડ ફિલ્મોમાં સ્થાન મેળવ્યું છે. ‘ઝૂટોપિયા’ $૬૫૭.૮ મિલિયનની કમાણી કરીને પ્રથમ સ્થાન ધરાવે છે. ‘અવતાર: ધ વે ઓફ વોટર’ $૨૪૬ મિલિયનની કમાણી સાથે બીજા ક્રમે છે. ‘F9’ ત્રીજા સ્થાને છે, જેણે ઇં૨૧૫.૩ મિલિયનની કમાણી કરી છે. ‘ગોડઝિલા વર્સિસ કોંગ’ ચોથા સ્થાને છે, જ્યારે ‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ પાંચમા સ્થાને છે. આ સાથે, તે ભારતમાં ¹ ૫૦૦ કરોડની કમાણી કરનારી પ્રથમ હોલીવુડ ફિલ્મ બની ગઈ છે. તે સ્પાઇડર-મેન ળેન્ચાઇઝની સૌથી સફળ ફિલ્મ પણ બની ગઈ છે.




