
‘કોઈ પણ ફિલ્મ કરતા પહેલા મારા માટે તો ડિરેક્ટરનું વિઝન અને સ્ક્રિપ્ટ જ મહત્ત્વની’ : આયુષ્માન ખુરાના ફિલ્મ ઉડતા તીરમાં અભિનેતા આયુષ્માન બિલાલ અહેમદ નામના પાકિસ્તાની જાસૂસની ભૂમિકા ભજવે છે અભિનેતા આયુષ્માન ખુરાનાએ નવા અને ઉભરતા દિગ્દર્શકો સાથે સતત કામ કરવા અંગે પોતાનો અભિગમ વ્યક્ત કર્યાે હતો. આયુષ્માનના જણાવ્યા અનુસાર, કોઈ દિગ્દર્શક પોતાની પહેલી ફિલ્મ બનાવી રહ્યો છે કે પછી અગાઉ અનેક ફિલ્મો કરી ચૂક્યો છે, તેના કરતાં તેમના માટે ફિલ્મની સ્ક્રિપ્ટ અને દિગ્દર્શકનું વિઝન વધુ મહત્વનું છે. આયુષ્માને કહ્યું કે, “મારા માટે સ્ક્રિપ્ટ હંમેશા સૌથી પહેલાં આવે છે. કોઈ ફિલ્મમેકર પોતાની પહેલી ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યો છે કે દસમી ફિલ્મ, હું એ નથી જાેતો. હું એ જાેઉં છું કે તેની પાસે એવી વાર્તા અને વિઝન છે કે નહીં, જે મને ઉત્સાહિત કરી શકે.”જાેકે આ ફિલ્મોના વ્યાવસાયિક પરિણામો અલગ-અલગ રહ્યા છે, આયુષ્માનની ફિલ્મ પસંદગીમાં નવા દિગ્દર્શકો સાથે કામ કરવાની બાબત જાેવા મળે છે. તેની ફિલ્મોમાં બોડી ઇમેજ, ઇરેક્ટાઇલ ડિસફંક્શન, LGBTQ+ સંબંધો, અસામાન્ય સંબંધો અને સામાન્ય વ્યક્તિ સાથે જાેડાયેલા સામાજિક મુદ્દાઓ જેવા વિષયો પણ જાેવા મળ્યા છે. ઉડતા તીરમાં આયુષ્માન બિલાલ અહેમદ નામના પાકિસ્તાની જાસૂસની ભૂમિકા ભજવે છે. ફિલ્મની વાર્તામાં યાદશક્તિ ગુમાવ્યા બાદ તેને પોતે ભારતીય હોવાનો ભ્રમ થાય છે. આ ફિલ્મને સ્પાય કોમેડી તરીકે રજૂ કરવામાં આવી રહી છે.ફિલ્મ વિશે વાત કરતાં આયુષ્માને કહ્યું કે નવા દિગ્દર્શકો સેટ પર અલગ પ્રકારની ઊર્જા લઈને આવે છે. ઉડતા તીર માટે તેને આકાશ કૌશિકે તૈયાર કરેલી સ્ક્રિપ્ટ આકર્ષક લાગી હતી. તેના જણાવ્યા અનુસાર, ફિલ્મમાં હાસ્ય, લાગણી અને એક મોટા વિચારને સાથે રાખવામાં આવ્યા છે. આયુષ્માને અગાઉ પણ પોતાના અભિનય અંગે કહ્યું છે કે તેઓ સ્ક્રિપ્ટની જરૂરિયાત પ્રમાણે કામ કરવાનું પસંદ કરે છે. ઉડતા તીર ઉડતા તીર આકાશ કૌશિકે લખી અને દિગ્દર્શિત કરી છે અને ફિલ્મ ૯ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.




