
ર્નિદેશક અમર કૌશિકે પટકથા લખી નાંખી છે શ્રદ્ધા કપૂરની હોરર કોમેડી સ્ત્રી થ્રી૨૦૨૮માં આવશે જાે કે, સ્ત્રી થ્ર્રી પર કામ કરતાં પહેલાં અમર કૌશિક અભિનેતા વિકી કૌશલની મહાવતાર પુરી કરશે ૨૦૧૮માં આવેલી હોરર કોમેડી ફિલ્મ ‘સ્ત્રી’ અને ૨૦૨૪માં તેની સિક્વલ ‘સ્ત્રી ટ’ હીટ થયા બાદ નિર્માતા દિનેશ વિજને ‘સ્ત્રી થ્રી’ ૨૦૨૮માં રજૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.દિનેશ વિજને જણાવ્યું હતું કે ર્નિદેશક અમર કૌશિકે ‘સ્ત્રી થ્રી’ની પટકથા લખી નાંખી છે. ફિલ્મ બનાવીને સ્વતંત્રતા દિવસે અથવા ૨૦૨૮ની ક્રિસમસમાં રજૂ કરવાની નેમ છે. જાે કે, અમર કૌશિક ‘સ્ત્રી થ્રી’ પર કામ શરૂ કરતાં પહેલાં વિકી કૌશલને પરશુરામ તરીકે ચમકાવતી ફિલ્મ ‘મહાવતાર’ પુરી કરશે. ‘મહાવતાર’નું શૂટિંગ જુન ૨૦૨૮માં પુરૂ થશે એ પછી ‘સ્ત્રી થ્રી’નું કામ શરૂ કરવામાં આવશે.રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની જાેડીને ચમકાવતી હોરર કોમેડી ‘સ્ત્રી’હીટ જતાં તેની છ વર્ષ બાદ આવેલી સિક્વલમાં સરકટેની કહાની રજૂ કરવામાં આવી હતી. હવે ‘સ્ત્રી થ્રી’માં શું હશે તે જાણવાની દર્શકોને ઉત્સુકતા છે.




