
કંગનાએ આ પહેલાં ફિલ્મનું ટાઈટલ ‘નર્સીસ ઓફ કામા’ રાખ્યું હતું જાેન અબ્રાહમે કંગનાને ફ્રીમાં ફિલ્મ ટાઈટલ આપી દીધું કંગનાએ જાહેરમાં સ્વીકાર્યું કે તેની આગામી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ ટાઈટલ જાેન અબ્રાહમે તેને ફ્રીમાં આપ્યું છે કંગનાએ જાહેરમાં સ્વીકાર્યું છે કે તેની આગામી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ ટાઈટલ જાેન અબ્રાહમે તેને ફ્રીમાં આપ્યું છે. કંગનાએ ટ્રેલર લોન્ચ વખતે જાહેરમાં જાેન અબ્રાહમનો આભાર માન્યો હતો. કંગનાએ સ્વીકાર્યું હતું કે આજના જમાનામાં આવી ઉદારતા કોઈ દાખવે નહિ. આ આ ટાઈટલ જાેન પાસે પહેલેથી રજિસ્ટર્ડ હતું. મેં તેને આ ટાઈટલ માટે પ્રસ્તાવ મોકલ્યો ત્યારે તેણે એક પૈસો લીધા વિના મને ટાઈટલ આપી દઈ ખરી મિત્રતા નિભાવી છે. કંગનાએ આ પહેલાં ફિલ્મનું ટાઈટલ ‘નર્સીસ ઓફ કામા’ રાખ્યું હતું. મુંબઈમાં આતંકી હુમલા વખતે એક હોસ્પિટલના સ્ટાફે કેવી રીતે આતંકીઓનો સામનો કરી સંખ્યાબંધ દર્દીઓને બચાવ્યા હતા તેની સ્ટોરી પર આ ફિલ્મ બની છે. જાેકે, આ જ ઘટનાક્રમ પર અગાઉ એક વેબ સીરિઝ પણ બની ચૂકી છે.



