
કોઇ કકળાટ કર્યા વિના માનુષી છીલ્લરે સ્પષ્ટ વાત કરી માનુષી છીલ્લરે પાપારાઝીઓ પાસે બેકશોટ ડિલિટ કરાવ્યા પાપારાઝીઓહિરોઇન્સના બેકશોટ લઇ તેનો ક્લિક બેઇટ તરીકે ઉપયોગ કરતાં હોઇ હિરોઇન્સ લાલઘુમ મંગળવારે સાંજે એરપોર્ટ પરથી રવાના થઇ રહેલી માનુષી છીલ્લરે પાપારાઝીઓ સાથે કેમ કામ પાર પાડવું તેનો દાખલો બેસાડયો હતો. તેની આ ક્લિપ વાઇરલ થઇ હતી.પાપારાઝીઓ ફિલ્મ હિરોઇન્સના બેકશોટ લઇ તેનો ક્લિક બેઇટ તરીકે ઉપયોગ કરતાં હોઇ બોલીવૂડની ઘણી હિરોઇન્સ પાપારાઝીઓને જાેતાં જ રોષની મારી લાલઘુમ થઇ જાય છે. મંગળવારે માનુષી એરપોર્ટ પર પહોંચી ત્યારે કેટલાક પાપારાઝીઓએ તેના બેકશોટ લેવા માંડતા માનુષીએ તેમને એ શોટ ડિલિટ કરવાની વિનંતી કરી હતી. તેણે કોઇ બેકશોટ મુકવાની ના પાડી હતી. એ પછી માનુષીએ જાણે કશું બન્યું ન હોય તેમ શાંતિથી કેમેરા સામે હાથ હલાવતી ટર્મિનલ તરફ જતી રહી હતી.તાજેતરમાં સલમાનખાને તેના શો બીગબોસ ૨૦માં પણ આ મુદ્દે ચર્ચા કરી પાપારાઝીઓના આ પ્રકારના વર્તન સામે વિરોધ વ્યક્ત કર્યાે હતો. માનુષી છેલ્લે ‘તેહરાન’ નામના સ્પાય થ્રીલરમાં જ્હોન અબ્રાહમ સાથે દેખાઇ હતી. તાજેતરમાં પાપારાઝીઓ સાથે ઝઘડવા માટે વિખ્યાત જયા બચ્ચન પરથી પ્રેરણા લઇ તાપસી પન્નુને જયા બચ્ચન લાઇટ તરીકે ઓળખાવવામાં આવી હતી. પણ તાપસીએ તેને શુભેચ્છા ગણાવી વાત વાળી લીધી હતી.




