
રિષભ શેટ્ટીનું સોશિયલ મીડિયા ડિટોક્સ હજુ પણ હેડલાઇન્સમાં રિષભ શેટ્ટી ફિલ્મ્સ ‘જય હનુમાન’ માટે મૈથ્રી મૂવી મેકર્સ સાથે જાેડાશે ફિલ્મમાં સંગીત એમ.એમ. કીરવાણીનું છે, સિનેમેટોગ્રાફી એસ. તિરુનાવુક્કરસુની છે અને પ્રોડક્શન ડિઝાઇન શ્રીનાગેન્દ્ર થંગાલાનું હશે.
રિષભ શેટ્ટી પોતાનાં પ્રોડક્શન હાઉસને વિસ્તારી રહ્યા છે અને સાથે સાથે નવી સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે તેમજ પોતાની પત્ની પ્રગતિ શેટ્ટીને ‘જય હનુમાન’માં વધુ સક્રિય પ્રોડક્શન ભૂમિકામાં લાવી રહ્યા છે.જ્યારે રિષભ શેટ્ટીનું સોશિયલ મીડિયા ડિટોક્સ હજુ પણ હેડલાઇન્સમાં છે, ત્યારે ફિલ્મમેકર-અભિનેતા કામ પર મજબૂત રીતે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. હાલમાં હૈદરાબાદમાં રોકાયેલા રિષભ, દિગ્દર્શક પ્રશાંત વર્માની “જય હનુમાન”ના સેટ્સમાં જાેડાવા માટે તૈયારી કરી રહ્યા છે. આ પ્રોજેક્ટનું શૂટિંગ અંજંદ્રી બેટ્ટા ખાતે થયેલા મુહૂર્ત પછી શરૂ થયું છે, તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. તેઓ મે મહિનામાં શૂટિંગ શરૂ કરે તેવી અપેક્ષા છે અને હાલમાં લૂક ટેસ્ટ્સ તથા અન્ય પ્રી-પ્રોડક્શન તૈયારીમાં વ્યસ્ત છે.
આ ફિલ્મમાં સંગીત એમ.એમ. કીરવાણીનું છે, સિનેમેટોગ્રાફી એસ. તિરુનાવુક્કરસુની છે અને પ્રોડક્શન ડિઝાઇન શ્રીનાગેન્દ્ર થંગાલાનું છે.ફિલ્મ અંગેનાં તાજા અહેવાલ એવા છે કે રિષભનું બેનર, રિષભ શેટ્ટી ફિલ્મ્સ, ‘જય હનુમાન’ માટે મૈથ્રી મૂવી મેકર્સ સાથે મળીને ફિલમ બનાવશે, જે તેમના હોમ પ્રોડક્શન બેનર માટે મહત્વનું જાેડાણ દર્શાવે છે. પ્રશાંત વર્મા દિગ્દર્શિત આ ફિલ્મ, મૈથ્રી મૂવી મેકર્સના નવીન યેરનેની અને વાય. રવિ શંકર દ્વારા નિર્મિત અને ટી-સિરીઝના ભૂષણ કુમાર દ્વારા પ્રસ્તુત, પેન-ઇન્ડિયા પ્રોજેક્ટ તરીકે તૈયાર થઈ રહી છે, જેને અનેક ભાષાઓમાં બનાવવામાં અને રિલીઝ કરવામાં આવશે. અગ્રણી પ્રોડક્શન હાઉસ સાથેનું આ જાેડાણ ફિલ્મનાં વ્યાપ અને મહત્ત્વાકાંક્ષાને દર્શાવે છે.




