
વિઠ્ઠલાપુર પાસેથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું.અમદાવાદમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરીને વેચવાનું કૌભાંડ સામે આવ્યું.ગેસના ૧૦૮ બાટલા સહિત ૧.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છ.અમદાવાદમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરીને વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે પોલીસ દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે પોલીસે ૧૦૮ ગેસ સિલિન્ડર સાથે કૂલ રૂપિયા ૧.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસ હાલ વધુ તપાસ કરી રહી છે.
આ કૌભાંડ સામે આવતા લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ જિલ્લામં આવેલા વિઠ્ઠલાપુર પાસેથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે. જેમાં ગેસના ૧૦૮ બાટલા સહિત ૧.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાંઇ રેસિડેન્સીની બાજુમાં ગેસ રિફિલિંગ કૌભાંડ ચાલી રહ્યું હતું. મળેલી બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. આ કૌભાંડમાં પોલીસે કટોસણ રોડ પર રહેતા રવિ સાધુની ધરપકડ કરી છે.
અમદાવાદ ગ્રામ્ય ર્જીંય્ પોલીસ દ્વારા વિઠ્ઠલાપુર પાસેથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગનુ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકા વિઠ્ઠલાપુર વિસ્તારમાંથી ગેરકાયદેસર ગેસના સિલિન્ડરનુ રિફીલ નંગ ૧૦૮ સહિત કિંમત રૂપિયા ૧,૩૫,૮૦૦ મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે. વિરમગામ વિઠલાપુર હાઇવે રોડ પર સાંઈ રેસીડેન્સીની બાજુમાં દ્વારકેશ પાર્લર નામની દુકાન પાછળ આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર ગેસના સિલિન્ડરનું રિફિલિંગ કરતા રવિ સાધુની ધરપકડ કરી લેવામાં આવી છે.
આરોપી રવિ મોટા ગેસ સિલિન્ડમાંથી બંને બાજુ વાલ્વ વાળું રેગ્યુલેરેટર ફીટ કરી ખાલી સિલિન્ડરમાં ગેસ ભરી આપતો હતો. રહેણાંક વિસ્તારમાં આવું જાેખમી કૌભાંડ આચરતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. અમદાવાદ ગ્રામ્ય ર્જીંય્ પોલીસે મુદ્દામાલ સાથે શખ્સની ધરપકડ કરીને વિઠ્ઠલાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.




