
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
ગુજરાતમાં છેલ્લાં ૪૮ કલાકમાં વિદ્યાર્થીઓના આપઘાતની બે અત્યંત દુઃખદ ઘટનાઓ બની એ શિક્ષણ જગત માટે એક કલંક સમાન છે. કારણ કે ગુજરાત સહિત દેશના ખાડે ગયેલા શિક્ષણ જગતમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાયું હતું. હવે પરીક્ષામાં ચોરી કરનારને પકડનાર શિક્ષકનું રાજીનામું લેવા આંદોલન કરાઈ રહ્યું છે.
આમ શિક્ષણનું સ્તર સુધારવાના અનેક પ્રયાસો ચાલે છે પરંતુ ભારત સરકારના પાયામાં જ શિક્ષણ બાબતે કોઈ ગંભીરતા દાખવવામાં આવતી નથી. શિક્ષણ ક્ષેત્રે પ્રવેશથી માંડીને પરીક્ષા સુધી ચોરી તેમજ ભ્રષ્ટાચારના કિસ્સા સામે આવે છે. ઉચ્ચ સ્તરીય પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે.
હાલમાં મુંબઈ આઈઆઈટીના વિદ્યાર્થીને પરીક્ષા હોલમાંથી ચોરીના આક્ષેપ હેઠળ ઉઠાડી મુક્યા બાદ આપઘાત કર્યો તેની પાછળનું મુખ્ય કારણ જાતિવાદનું બહાર આવતાં જ આખો કેસ રાજકીય વમળમાં અટવાઈ ગયો છે. ઉચ્ચ શિક્ષણ લઈ રહેલો એકનો એક દિકરો જ્યારે આપઘાત કરે ત્યારે તેના માતા-પિતા માટે આકાશ તૂટી પડયુ હોય તેવી સ્થિતિ થાય છે. મૃત્યુ પામનાર સાહિલના માતા-પિતા ભૂખ હડતાળ પર બેઠા છે અને સંબંધિત પ્રોફેસરની ધરપકડ ની માંગ કરી રહ્યા છે.
જ્યારે ગુજરાતની જ જો વાત કરીએ તો ગુજરાત માં છેલ્લા ૨૪ થી ૪૮ કલાક દરમિયાન વિદ્યાર્થીઓના આપઘાતની બે અત્યંત દુઃખદ ઘટનાઓ સામે આવી છે, જેમાં રાજકોટ અને સુરતના બે વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ગઈ તા-૨૫મી એ રાજકોટની મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં સવારે એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. ઉપરાંત આ જ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના ૧૦ મા માળેથી ૫ દિવસ પહેલાં (૧૯ સપ્ટેમ્બરે) પણ આંધ્રપ્રદેશની જ એક ૧૯ વર્ષીય વિદ્યાર્થિનીએ કૂદીને આપઘાત કર્યો હતો. આમ, અહીં ટૂંકા સમયમાં આ બીજી ઘટના છે. આમ મારવાડી યુનિવર્સિટીમાં આપઘાત કરનાર બંને પાત્રો આંધ્રપ્રદેશના તેજસ્વી વિદ્યાર્થી અને વિદ્યાર્થિની હતા. હવે સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલ મેડીકલ કોલેજ માં ૨૫ સપ્ટેમ્બરે કોલેજ માં પીજી (Postgraduate) નો અભ્યાસ કરતાં એક રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કર્યો છે. અને આ મરનાર વિદ્યાર્થીએ હાથની નસો કાપી નાંખતા વધુ પડતા વહી ગયેલા લોહીને કારણે આ ડો.પ્રજાપતિનું મૃત્યુ નિપજ્યું હતું.
આ રીતે છેલ્લા પાંચ વર્ષના આંકડા પર નજર કરીએ તો આઈઆઈટી માં ભારતના ૫૩ વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા છે. તે પૈકી પચાસ ટકાતો એસ.સી.એસ.ટી., OBC ગ્રૂપના જ છે. જે શિક્ષણ જગત માટે શરમજનક જ નહીં પરંતુ સબકા સાથ સબકા વિકાસ સૂત્ર માટે કલંક રૂપ ઘટના છે.




