
બંને દેશોના સંબંધોની પ્રશંસા કરીભૂટાન નરેશે દિલ્હી વિસ્ફોટ પીડિતો માટે કરી પ્રાર્થનાઆ સાથે જ ભૂટાન નરેશે પણ દિલ્હીમાં ઘટેલી ઘટના પર થિમ્પૂ સ્ટેડિયમમાં વિશેષ પ્રાર્થના સભા બોલાવી હતીવડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસ પર ભૂટાન પહોંચ્યા છે. ભૂટાનની રાજધાની થિમ્ફુના એરપોર્ટ પર પીએમ મોદીનુ ભવ્ય સ્વાગત કર્યુ. આ દરમિયાન ભૂટાન સરકારના અનેક વરિષ્ઠ મંત્રી અને શીર્ષ અધિકારી હાજર રહ્યા હતા. પીએમ મોદી ૧૧-૧૨ નવેમ્બરે ભૂટાન પ્રવાસ પર રહેશે. આ પ્રવાસથઈ દ્વિપક્ષીય સંબંધ મજબૂત બનશે. વડાપ્રધાન મોદી ભૂટાનના ચોથા રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકના ૭૦માં જન્મદિવસ સમારોહમાં સામેલ થશે. પીએમ મોદીએ ભૂટાનમાં દિલ્હી વિસ્ફોટ પર દુખ વ્યક્ત કર્યુ.
આ સાથે જ ભૂટાન નરેશે પણ દિલ્હીમાં ઘટેલી ઘટના પર થિમ્પૂ સ્ટેડિયમમાં વિશેષ પ્રાર્થના સભા બોલાવી હતી.
ભૂતાનમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિસ્ફોટની ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, આજે હું અહીં ખૂબ ભારે મનથી આવ્યો છું. ગઈ કાલે સાંજે દિલ્હીમાં થયેલી ભયાનક ઘટનાએ સૌના મનને વ્યથિત કરી દીધા છે. હું પીડિત પરિવારોનો દુ:ખ સમજી શકું છું. દિલ્હીના બ્લાસ્ટે દરેકને દુ:ખી કર્યા છે. આખો દેશ પીડિત પરિવારોની સાથે છે અને જે કોઈ આ વિસ્ફોટ પાછળ છે, તેમને છોડવામાં નહીં આવે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “હું ગઈ રાત્રિથી આ ઘટનાની તપાસમાં લાગેલી તમામ એજન્સીઓ સાથે અને તમામ મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્કમાં હતો. વિચારવિમર્શ ચાલી રહ્યો હતો, માહિતીના તાંતણાં જાેડાઈ રહ્યા હતા. અમારી એજન્સીઓ આ ષડયંત્રની પૂરી તપાસ કરશે અને જેના પાછળ હાથ છે, તેમને છોડવામાં નહીં આવે.
વડાપ્રધાન મોદીએ થિમ્ફુમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, આજનો દિવસ ભૂતાન માટે, ભૂતાનના રાજપરિવાર માટે અને વિશ્વશાંતિમાં વિશ્વાસ રાખનારા તમામ લોકો માટે અત્યંત મહત્વનો છે. સદીઓથી ભારત અને ભૂતાન વચ્ચેનો સંબંધ અત્યંત ગાઢ, આત્મીય અને સાંસ્કૃતિક રહ્યો છે. તેથી આ મહત્વપૂર્ણ પ્રસંગમાં જાેડાવાનું ભારતનું અને મારું વચન હતું.
આ પહેલાં ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ ટોબગેએ થિમ્ફુના પારો એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીની સ્વાગતવિધિ કરી હતી. ટોબગેએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું કે “હું મારાં મોટા ભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભૂતાનમાં સ્વાગતમાં આખા દેશ સાથે જાેડાયેલો છું.ગઇ કાલ સાંજે ભારતના દિલ્હીમાં જે બોમ્બ વિસ્ફોટની ઘટના ઘટી તેમાં મૃત્યુ પામેલા અને દરેક ઘાયલ થયેલા લોકો માટે પ્રાર્થના.




