
કડક નિયમો માટે દિલ્હીએ શરૂ કરી તૈયારી PUC નહીં હોય તો ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ, પેટ્રોલ પણ નહીં મળે દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં વધતા પ્રદૂષણ પર સંપૂર્ણપણે લગામ લગાવવા માટે એક અભિયાન શરુ કરવા જઈ રહી છે
જાે તમે પણ ગાડી ચલાવો છો તો આપના માટે આ સમાચાર ખૂબ કામના છે. તમારી નાની એવી ભૂલથી આપને ૧૦ હજાર રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે. દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં વધતા પ્રદૂષણ પર સંપૂર્ણપણે લગામ લગાવવા માટે એક અભિયાન શરુ કરવા જઈ રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ઘોષણા કરી છે કે, ૧ ઓક્ટોબરથી દિલ્હીના રોડ પર વેલિડ પોલ્યુશન સર્ટિફિકેટ એટલે કે PUC વિના ચાલતી ગાડીઓ વિરુદ્ધ કડક દંડનીય અભિયાન શરુ કરવામાં આવશે.
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ ઘોષણા બુરાડીમાં દેશના સૌથી મોટા ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનના ઉદ્ઘાટન કર્યા બાદ આયોજિત એક કાર્યક્રમ દરમ્યાન કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે, સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય દિલ્હીના દરેક નાગરિકને શ્વાસ લેવા માટે સ્વચ્છ હવા આપવાનું છે. આ અભિયાન આ દિશામાં ઉઠાવેલું એક ઠોસ અને મોટું પગલું છે.
PUC વિનાના વાહનો પર લાગશે ૧૦ હજારનો દંડ: દિલ્હી સરકારે ચેતવણી આપી છે કે આ કડક અભિયાન દરમ્યાન જાે કોઈ પણ વાહન વેલિડ PUC વિના ફરતું પકડાય તો મોટર વ્હીકલ નિયમો અંતર્ગત ડાયરેક્ટ ૧૦,૦૦૦ રૂપિયાનો ભારે દંડ લગાવવામાં આવશે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, ૧૯૮૯ના નિયમ ૧૧૫(૭) અંતર્ગત દેશમાં દરેક મોટર વાહનને તેના પહેલા રજિસ્ટ્રેશનની ઠીક એક વર્ષ પૂરું થયા બાદ માન્ય PUC સર્ટિફિકેટ રાખવું કાયદાકીય રીતે જરૂરી છે.
તપાસ દરમ્યાન પોલીસ અથવા કોઈ પણ ઓથોરાઈઝ્ડ અધિકારીના માગવા પર તરત પીયૂસી બતાવવું પડશે. આ તમામ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગાડીઓ પર એકસમાન લાગુ થશે. જાે કે ઇલેક્ટ્રિક વાહનોમાંથી કોઈ ધુમાડો નથી નીકળતો, એટલા માટે તેમને આ નિયમમાંથી છૂટ આપવામાં આવી છે.
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, ખાલી રસ્તા પર મેમો આપવાનો ઉદ્દેશ્ય સરકારનો નથી. પણ પ્રદૂષણ તપાસની આખી સિસ્ટમને મજબૂત બનાવવાની છે. જે અંતર્ગત હવે દિલ્હીના તમામ પીયૂસી તપાસ કેન્દ્રોની સિસ્ટમને મજબૂત કરવા માટે ટેક્નોલોજીની મદદ લેવામાં આવશે. જેથી કોઈ પણ કેન્દ્ર તપાસ વિના સર્ટિફિકેટ આપી ન શકે. પરિવહન મંત્રી પંકજ સિંહે જણાવ્યું કે, બુરાડી પહેલા ગત ૩ સપ્ટેમ્બરના રોજ વાર્ષિક ૭૨,૦૦૦ ગાડીઓની ક્ષમતાવાળા એક અન્ય અત્યાધુનિક એટીએસની શરૂઆત થઈ ચૂકી છે.




