
હિમાચલ પ્રદેશ અને લદ્દાખના દ્રાસમાં બરફવર્ષા થઈ એમપી-રાજસ્થાન સહિત ૫ાંચ રાજ્યોમાં વરસાદ સાથે કરા પડ્યા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ૩૦ માર્ચથી ૫ એપ્રિલ સુધી ઘણા રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ છે.
સોમવારે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત ૫ રાજ્યોમાં વરસાદ સાથે કરા પડ્યા. આઈએમડી અનુસાર, આજે ૧૬ રાજ્યોમાં વરસાદની સંભાવના છે. જ્યારે દિલ્હીમાં સવારે ધુમ્મસ છવાયેલું રહ્યું.રાજસ્થાનના ૬ જિલ્લામાં સોમવારે સાંજે વરસાદ થયો, જેના કારણે તાપમાનમાં ૬ ડિગ્રીનો ઘટાડો નોંધાયો. મધ્યપ્રદેશના ૮ જિલ્લામાં કરા પડ્યા. છત્તીસગઢના બિલાસપુર સહિત ચાર જિલ્લામાં તેજ પવનો સાથે વરસાદ થયો.હિમાચલ પ્રદેશમાં રોહતાંગ પાસે અટલ ટનલ વિસ્તારમાં હિમવર્ષા થઈ. જ્યારે શિમલાના કુમારસૈનમાં ભારે વરસાદથી સ્ટોન ફ્રૂટના પાકને નુકસાન થયું.લદ્દાખના દ્રાસમાં તાજી હિમવર્ષાથી તાપમાન ઘટ્યું. જ્યારે જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ, પહેલગામ, યુસમર્ગ, ગુરેઝ, રજદાન ટોપ અને સોનમર્ગ-ઝોઝિલા જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાનું એલર્ટ છે.




