
૧૦ દિવસથી ચાલી રહ્યું હતું બાંધકામ પન્નામાં નિર્માણાધીન કૂવો ધસતાં ૫ શ્રમિકો દટાયા કૂવામાં ફસાયેલા કામદારોને બહાર કાઢવા માટે બચાવ ટીમો જેસીબીનો ઉપયોગ કરીને ઝડપી ગતિએ કામ કરી રહી છે મધ્યપ્રદેશના પન્નાના અજયગઢ તહસીલ હેઠળના બિહારપુરવા ગ્રામ પંચાયતમાં કૂવાના ખોદકામ દરમિયાન મોટી દુર્ઘટના બની હતી. કૂવો તૂટી પડતાં પાંચ કામદારો દટાયા હતા. જેમાંથી એક શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે ચાર શ્રમિકને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. કૂવામાં ફસાયેલા કામદારોને બહાર કાઢવા માટે બચાવ ટીમો જેસીબીનો ઉપયોગ કરીને ઝડપી ગતિએ કામ કરી રહી છે.
અજયગઢ જિલ્લાના બિહારપુરવા ગામના નયાપુરવામાં બિન્નુ અહિરવારના ખેતરમાં છેલ્લા ૧૦ દિવસથી કૂવાનું બાંધકામ ચાલી રહ્યું હતું. સવારે ૧૧ વાગ્યાની આસપાસ, કૂવો અચાનક તૂટી પડતા તેમાં માટી ભરાઈ હતી. અકસ્માત સમયે, પાંચ શ્રમિક કૂવામાં કામ કરી રહ્યા હતા. જ્યારે બે શ્રમિક પાણી પીવા માટે ઉપર આવ્યા હતા. અકસ્માતમાં ચુન્નુ યાદવ, રાજકુમાર યાદવ, આશિષ યાદવ અને ચુનવડ પાલ સહિત પાંચ શ્રમિક કાટમાળ નીચે દટાયા હતા.
બચાવ કામગીરી દરમિયાન રાજકુમાર યાદવનો મૃતદેહ મળી આવ્યો હતો. અકસ્માતની માહિતી મળતાં, વહીવટી ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. સ્થાનિક ગ્રામજનો પણ બચાવ કાર્યમાં જાેડાયા છે. જમીન ધસી પડવાથી બચાવ કાર્યમાં અવરોધ આવી રહ્યો છે. ઘટનાસ્થળે ત્નઝ્રમ્નો ઉપયોગ કરીને માટી દૂર કરવામાં આવી રહી છે. કાટમાળ દૂર કરવા અને મજૂરોને બચાવવાના પ્રયાસો ચાલુ છે.



