
થાણેમાં સેક્સ રેકેટ ઝડપાયું પાંચ ફિલ્મ, ૧૦ વેબસીરિઝમાં કામ કરી ચૂકેલી અભિનેત્રીની ધરપકડ શ્રીનગર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે અભિનેત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરાઇ હતી થાણે પોલીસના એન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલે સેક્સ રેકેટનો પર્દાફાશ કરીને અભિનેત્રીની ધરપકડ કરી હતી, જ્યારે બે મહિલાનો છુટકારો કરાવ્યો હતો. અભિનેત્રીએ ત્રણ ભોજપુરી સહિત પાંચ ફિલ્મ અને ૧૦ વેબસીરિઝમાં કામ કર્યું છે.થાણેના વાગલે એસ્ટેટ વિસ્તારમાં પડવળ નગર ખાતે આવેલ હોટેલ સાંઇ બાર એન્ડ રેસ્ટોરાંમાં દેહવ્યાપાર માટે અમુક મહિલા તથા યુવતીઓને લાવવામાં આવવાની હોવાની માહિતી પોલીસને મળી હતી. આથી પોલીસની ટીમે શનિવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ઉપરોક્ત સ્થળે છટકું ગોઠવ્યું હતું.દરમિયાન અભિનેત્રી બપોરે બાર એન્ડ રેસ્ટોરાંમાં આવતાં પોલીસે તેને તાબામાં લીધી હતી અને બે મહિલાનો ત્યાંથી છુટકારો કરાવ્યો હતો, જેને દેહવ્યાપારમાં ધકેલાઇ હતી. બંને મહિલાને ત્યાર બાદ સુધારગૃહમાં મોકલી આપવામાં આવી હતી.શ્રીનગર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે અભિનેત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરાઇ હતી. અભિનેત્રી કેટલાક સમયથી સેક્સ રેકેટ ચલાવી રહી હતી અને તે કોના કોના સંપર્કમાં હતી, તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલી અભિનેત્રીએ ધ અનવોન્ટેડ ગિફ્ટ, જિલ્લા ગ્રિડી ફિલ્મ તથા ત્રણ ભોજપુરી ફિલ્મમાં અભિનય કર્યાે છે. એ સિવાય તુ દેખ મેરી ફોટો, બંધ દરવાજા સહિત ૧૦ વેબસીરિઝમાં કામ કર્યું છે.




