
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
દેશમાં PLFS (પીરીયોરીક લેબર ફોર્સ સર્વેયર) ના તાજેતરના સર્વેક્ષણ અંગેના અહેવાલમાં દેશના આશરે ૨૫ ટકા યુવાનો ન તો નોકરીમાં છે કે ન તો અભ્યાસમાં, એવી ચિંતાજનક સ્થિતિ દર્શાવવામાં આવી છે. આ આંકડો માત્ર રોજગાર બજારની સમસ્યા નથી, તે શિક્ષણ વ્યવસ્થા, કૌશલ્ય વિકાસ, અર્થતંત્ર અને સરકારી નીતિઓ સામે એક મોટો પ્રશ્નચિહ્ન છે. યુવાનો કોઇપણ દેશની સૌથી મોટી યુવા વસ્તીઓમાંની એક છે. વર્ષોથી યુવાશક્તિ, ડેમોગ્રાફિક ડિવિડન્ડ અને સ્કિલ ઇન્ડિયા જેવી વાતો કરવામાં આવી રહી છે.
દેશમાં ઉદ્યોગ આવે, રોકાણ આવે, નવી ટેકનોલોજી આવે તે જરૂરી છે. પરંતુ તેની સાથે રોજગાર સર્જાય તે વધુ જરૂરી છે. AI અને ઓટોમેશનના યુગમાં કેટલીક પરંપરાગત નોકરીઓનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. તેથી આવનારા સમય માટે યુવાનોને માત્ર ડિગ્રી નહીં પરંતુ નવી ટેકનોલોજી, ડિજિટલ કૌશલ્ય, સંવાદ ક્ષમતા, વ્યવસાયિક તાલીમ અને સતત શીખવાની ક્ષમતા આપવી પડશે.
સૌથી ચિંતાજનક બાબત એ છે કે, બેરોજગાર યુવાન માત્ર પોતાનું આર્થિક ભવિષ્ય ગુમાવતો નથી. તેની નિરાશા પરિવાર પર પડે છે. લગ્ન અને કુટુંબ જીવન પર અસર કરે છે. અને સમાજ માં અસંતોષ વધારી શકે છે. રાષ્ટ્રનું ભવિષ્ય સંસદની ઇમારતોમાં નહીં પરંતુ યુવાનોના હાથમાં છે. એ હાથ જો કામની રાહ જોઈ રહ્યા હોય તો હવે આ ઇન્તેઝારનો અંત લાવવો જ પડશે તો જ યુવા ભારત નો નારો યોગ્ય ગણાશે.




