
પરિસીમન બિલ પરDMK નો યુ-ટર્ન મોદી સરકારને ટેકો આપવાનો ડીએમકેનો પ્રસ્તાવ પસાર નવા ડ્રાફ્ટમાં રાજ્યોની ભાગીદારી ઘટવાની ચિંતા દૂર કરાઈ, કનિમોઝીએ ભજવી મહત્ત્વની ભૂમિકા અગાઉ પરિસીમન બિલનો ઉગ્ર વિરોધ કરનારી તમિલનાડુની મુખ્ય વિપક્ષી પાર્ટી DMK એ હવે વલણ બદલીને કેન્દ્ર સરકારના નવા પરિસીમન બિલને સમર્થન આપવાનો ર્નિણય લીધો છે. ચેન્નાઈમાં પાર્ટી પ્રમુખ એમ.કે. સ્ટાલિનના અધ્યક્ષસ્થાને યોજાયેલી સાંસદોની બેઠકમાં પરિસીમન બિલના સમર્થનમાં સત્તાવાર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. સંસદના વિશેષ સત્ર અગાઉ કેબિનેટે બંધારણ (૧૩૨મું સંશોધન) બિલ, ૨૦૨૬ અને પરિસીમન (બીજું) બિલ, ૨૦૨૬ને મંજૂરી આપી છે.
અગાઉ ૧૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ રજૂ થયેલા બિલના પેકેજમાં બંધારણ (૧૩૧મું સંશોધન) બિલ, ૨૦૨૬ મતદાન દરમિયાન જરૂરી બે તૃતીયાંશ બહુમતીના અભાવે પસાર થઈ શક્યું નહોતું. જાેકે, કેન્દ્ર સરકારે રજૂ કરેલા નવા ડ્રાફ્ટમાં DMK અને NCP-SP જેવા પક્ષોની ચિંતા દૂર કરવા માટે સ્પષ્ટ બંધારણીય જાેગવાઈ કરવામાં આવી છે, જેથી લોકસભામાં રાજ્યોની વર્તમાન ભાગીદારી ઘટવાનો ડર દૂર થાય. સ્ટાલિને અગાઉ સંકેત આપ્યો હતો કે જાે તેમની બે મુખ્ય માંગણીઓ—તમિલનાડુની બેઠકોમાં પ્રમાણસર વધારો અને આગામી ૨૫ વર્ષ સુધી ૧૯૭૧ની વસ્તી ગણતરીને આધાર બનાવવી—સ્વીકારવામાં આવે તો પાર્ટી રાજ્યના હિતમાં સમર્થન કરશે.
આ વર્ષે મે મહિનામાં તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં સત્તા ગુમાવ્યા બાદ બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે ડ્ઢસ્દ્ભનું આ વલણ મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ અને ડ્ઢસ્દ્ભ વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી અને કેન્દ્રના પ્રસ્તાવિત ફેરફારો અંગે કનિમોઝીએ પાર્ટી નેતૃત્વને અગાઉથી માહિતગાર કરીને બંને પક્ષ વચ્ચે સંકલનની મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.




