
ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોદીની પ્રશંસા કરી અમારા સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે : ટ્રમ્પ મોદી અને હું કામ કરનારા નેતા છીએ : અમેરિકાના પ્રમુખ ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીની ખુબ જ પ્રશંસા કરી છે. ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદી એવા નેતા છે, જે કોઈપણ કામને પરિણામ સુધી પહોંચાડે છે. ટ્રમ્પે સીધી રીતે આ વાત નથી કહી, પરંતુ ભારતમાં આવેલા અમેરિકી દૂતાવાસે ટ્રમ્પના નિવેદનને શેર કર્યું છે. અમેરિકી દૂતાવાસે પીએમ મોદીની પ્રશંસા કરતા ટ્રમ્પના નિવેદનને ઠ પર પોસ્ટ કર્યું છે. તેમાં પીએમ મોદીને કામ કરીને બતાવે એવા નેતા તરીકે વર્ણવ્યા છે.
હકીકતમાં, ભારતમાં અમેરિકી દૂતાવાસે શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પના એ નિવેદનોને હાઇલાઇટ કર્યા હતા, જેમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. અમેરિકી દૂતાવાસ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને એવા નેતા તરીકે વર્ણવ્યા છે, જે કામ કરીને બતાવે છે. એટલું જ નહીં, દૂતાવાસે આ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે આવનારા વર્ષોમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકી દૂતાવાસની સોશિયલ મીડિયા પોસ્ટ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ પોસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે, “ભારત સાથે અમારા શાનદાર સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે. વડાપ્રધાન મોદી અને હું, અમે બંને એવા લોકો છીએ જે કામ કરીને બતાવીએ છીએ, આવી વાત મોટાભાગના લોકો વિશે કહી શકાય તેમ નથી.” આ વાતચીત મંગળવારે બંને નેતાઓ વચ્ચે થયેલી ફોન કોલ પછી સામે આવી છે, જેમાં ઈરાન સંઘર્ષ મુખ્ય મુદ્દો હતો. આ કોલ પછી પીએમ મોદીએ પશ્ચિમ એશિયામાં શાંતિ અને વૈશ્વિક વેપાર માટે હોર્મુઝના વ્યૂહાત્મક મહત્વ પર ભારતની સ્થિતિ ફરીથી સ્પષ્ટ કરી છે.
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે. ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓ પછી તણાવ ખૂબ જ વધી ગયો છે. એ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનીનું મૃત્યુ થયું હતું. આ હુમલાનો જવાબ આપતાં ઈરાને અમેરિકા અને ઇઝરાયેલના ખાડીમાં આવેલા ઠેકાણાઓને નિશાન બનાવ્યા અને હોર્મુઝ બંધ કરી દીધું હતું. આ સંઘર્ષની અસર વૈશ્વિક બજારો પર પણ પડી છે અને આ વિસ્તારમાં થતી ઘટનાઓને કારણે એનર્જીની કિંમતો ખૂબ જ સંવેદનશીલ બની ગઈ છે.




