
ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા ૧.૬ કરોડથી વધુ થઈ ગઈ કોકરોચ જનતા પાર્ટીનું એક્સ એકાઉન્ટ બ્લોક કરાતાં નવું હેન્ડલ શરૂ કરાયું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની એક ટિપ્પણીને પગલે શરૂ થયેલી કોકરોચ જનતા પાર્ટીના એક્સ હેન્ડલ પર ભારતમાં પ્રતિબંધ મુકાયો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની એક ટિપ્પણીને પગલે શરૂ થયેલી કોકરોચ જનતા પાર્ટીના એક્સ હેન્ડલ પર ભારતમાં પ્રતિબંધ મુકાયો છે. જાેકે આ પ્રતિબંધ બાદ આ સંગઠને થોડાં સમય બાદ કોકરોચ ઈઝ બેક નામનું નવું એકાઉન્ટ બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે બેરોજગાર યુવાનોની તુલના કોકરોચ (વંદા) સાથે કરી તેમને પરજીવી ગણાવ્યાં હતાં. જાેકે પાછળથી સીજેઆઈ સૂર્યકાંતે તેમના નિવેદનનો ખોટો અર્થ કઢાયો હોવાની સ્પષ્ટતા પણ કરી હતી. જાેકે, તેમની આ ટિપ્પણીને પગલે ભડકેલાં યુવાનોએ સોશિયલ મીડિયા પર પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને એક કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) નામનું એક અભિયાન છેડાયું હતું. જાેત જાેતામાં જ તેના જૂના એક્સ એકાઉન્ટ પર ૧.૯૩ લાખથી વધુ ફોલોઅર્સ થઈ ગયાં હતાં. જ્યારે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા ૧.૬ કરોડથી વધુ થઈ ગઈ હતી, જે દેશની કોઈ પણ રાજકીય પાર્ટી કરતાં વધારે છે.આ સોશિયલ મીડિયા અભિયાન શરૂ કરનારા અભિજીત દિપ્કે દાવો કર્યાે હતો કે, ભારતમાં એક્સ હેન્ડલ પર અમારા અભિયાન પર પ્રતિબંધ મુકાયો છે. અમને આ વાતનો ડર હતો અને તેવું જ થયું. મહારાષ્ટ્રના છત્રપતિ સાંભાજી નગરના અભિજીત દિપ્કે હાલ અમેરિકાના બોસ્ટનમાં રહે છે. તેઓ અગાઉ આમ આદમી પાર્ટીની કમ્યુનિકેશન ટીમના સક્રિય સભ્ય પણ રહી ચૂક્યા છે. દિપ્કેના આ અગાઉના રાજકીય કનેક્શનને પગલે સોશિય મીડિયા પર એવી ચર્ચા પણ છેડાઈ છે કે, આ અભિયાન આગળ જતાં કોઈ રાજકીય પક્ષમાં પરિવર્તિત તો નહીં થઈ જાય ને.



