
બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર.હવે સરકારી બેંકોમાં દર વર્ષે પગાર વધારો મળશે.આ મામલે નાણા મંત્રાલયે સમયમર્યાદા નક્કી કરી.કેન્દ્ર સરકારે પબ્લિક સેક્ટરની બેંકો (PSB)ના કર્મચારીઓ અને અધિકારીઓના પગારમાં દર વર્ષે વધારો કરવા માટે બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારે ૧૩માં દ્વિપક્ષીય વેતન સમજૂતી કરવા માટે વાતચીતની પ્રક્રિયા સમયસર શરૂ કરવા અને તેના પર ૧૨ મહિનામાં અંતિમ ર્નિણય લેવા આદેશ આપ્યો છે. આ પગાર વધારો પહેલી નવેમ્બર-૨૦૨૭થી લાગુ ગણવામાં આવશે. જાહેર ક્ષેત્રની બેંકો અને વીમા કંપનીઓ સહિત નાણાંકીય સંસ્થાઓ દર પાંચ વર્ષે પગાર વધારો કરવામાં આવે છે. આવી જ રીતે ભારતીય બેંક સંઘ (IBA) કર્મચારી યુનિયન અને સંઘો સાથે વાતચીત કરીને પગાર વધારા માટે સમજૂતી કરે છે.
નાણાં મંત્રાલયના વિત્તીય સેવા વિભાગે સરકારી બેંકોના વડાઓને ૨૦ એપ્રિલે પત્ર લખીને નિર્દેશ આપ્યો છે કે, તમામ બેંકો ૧૨ મહિનાની અંદર વાતચીત કરીને પગારમાં ફેરફાર માટે પગલા ભરે. અગાઉની સમજૂતીમાં વિભાગે આઈબીએને કહ્યું હતું કે, પગાર વધારો સમયસર લાગુ કરી શકાય તે માટે ભવિષ્યમાં પગાર વધારા માટેની વાતચીત નિર્ધારિત સમયગાળા પહેલા પૂરી કરવામાં આવે. પત્રમાં એવું પણ કહેવાયું છે કે, અગાઉ સમજૂતી કર્યા બાદ નિયમોમાં ફેરફાર કરવામાં આવતા ઘણી સમસ્યા થઈ હતી. તેથી આ વખતે નિયમોમાં ફેરફાર અગાઉ પગાર વધારવા માટે નિર્ધારીત કરાયેલી તારીખ પહેલા પુરા કરવાનું સુનિશ્ચિત કરવામાં આવે.
જાહેર ક્ષેત્રની બેંકોએ નાણાંકીય વર્ષ ૨૦૨૫માં રેકોર્ડ નફો કર્યો છે, તેથી ૨૦૨૬માં પણ નફો વધવાની આશા રાખવામાં આવી છે. તમામ સરકારી બેંકોએ નાણાંકીય વર્ષ ૨૦૨૨માં ૧ લાખ કરોડ રૂપિયા, ૨૦૨૩માં ૧.૦૫ લાખ કરોડ રૂપિયા, ૨૦૨૪માં ૧.૪૧ લાખ કરોડ રૂપિયા અને ૨૦૨૫માં ૧.૭૮ લાખ કરોડ રૂપિયાનો નફો કર્યો છે.



