
કેટલીક જગ્યાએ સમયમાં ફેરફાર.ભારે ગરમીને કારણે અનેક રાજ્યોમાં શાળાઓ બંધ.મોટા ભાગના રાજ્યોમાં શિક્ષણ સંસ્થાઓ બંધ કરવામાં આવી છે, તો કેટલીક જગ્યાએ શાળાના સમયમાં ફેરફાર કરાયા છે.દેશના અનેક શહેરોમાં તાપમાનનો પાસો ૪૪-૪૫ ડિગ્રી આસપાસ પહોંચી ગયો છે. ભીષણ ગરમીની અસર શાળાઓ પર પણ પડી છે. અનેક રાજ્યોમાં ગરમીને કારણે ઉનાળું વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે તો કેટલીક જગ્યાએ શાળાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. સવારથી જ સૂર્ય દેવતાનો પ્રકોપ જાેવા મળી રહ્યો છે. બપોરના સમયે તો લૂ લાગવાની શરૂ થાય છે. તાપમાનના વધારાને કારણે ઘણા રાજ્યોમાં શૈક્ષણિક કેલેન્ડર પણ ખોરવાઈ ગયું છે. વિદ્યાર્થીઓને ગરમીથી બચાવવા માટે તત્કાલ પગલાં ભરવામાં આવ્યા છે.
જુઓ ગરમીને લીધે ક્યા રાજ્યોમાં ક્યા ર્નિણયો લેવાયા
છત્તીસગઢ: છત્તીસગઢમાં ગરમીને કારણે ઉનાળુ વેકેશન પડી ગયું છે. રાજ્યમાં ૨૦ એપ્રિલથી ૧૫ જૂન સુધી રજાઓ આપી દેવામાં આવી છે. ગરમીને કારણે ઉનાળુ વેકેશન નિર્ધારિત સમય કરતા બે સપ્તાહ વહેલું શરૂ થઈ ગયું છે.
ઓડિશા: ઓડિશામાં ગરમીને કારણે શાળાઓ ૨૭ એપ્રિલથી બંધ રહેશે.
પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળમાં ૨૨ એપ્રિલથી રજાઓ શરૂ થઈ ગઈ છે. જાેકે પહાડી જિલ્લા દાર્જલિંગમાં શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ છે.
ત્રિપુરા: ત્રિપુરામાં ૨૪ એપ્રિલથી ૧ મે સુધી ફરજીયાત શાળાઓ બંધ રાખવામાં આવી છે.
ઝારખંડ: રાજ્યમાં ગરમીથી પ્રભાવિત જિલ્લાઓમાં શાળાઓને અસ્થાયી બંધ રાખવાની સલાહ અધિકારીઓએ આપી છે.
દેહરાદૂન: ઉત્તરાખંડમાં પણ ગરમીનો પ્રકોપ જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં ૨૭ એપ્રિલ, સોમવારથી શાળાઓ બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્દેશ આંગણવાડી કેન્દ્રો અને ધોરણ ૧થી ૧૨ની સરકારી અને ખાનગી શાળાઓને લાગૂ પડે છે.
દેશના ઘણા રાજ્યોમાં ભારે ગરમીને કારણે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મોટા ભાગની શાળાઓ સવારના સમયે ચાલી રહી છે.
ઉત્તર પ્રદેશ: સવારે ૭.૩૦થી બપોરે ૧૨.૩૦ સુધી
ઝારખંડ: સવારે ૭ કલાકથી ૧૧.૩૦ કલાક સુધી
બિહાર: સવારે ૧૧.૩૦ કલાક સુધી
મધ્યપ્રદેશ: સવારે ૧૧.૩૦ કલાકથી બપોરે ૧૨.૩૦ કલાક સુધી
ઓડિશા: સવારે ૬.૩૦ કલાકથી ૧૦.૩૦ કલાક સુધી
મહારાષ્ટ્ર: સવારે ૭ કલાકથી ૧૧.૧૫ કલાક સુધી
તો જે શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઈ નથી તેના માટે આરોગ્ય જાેખમને ઘટાડવા માટે ગરમી સુરક્ષા પ્રોટોકોલ લાગૂ કરવામાં આવ્યા છે. તેમાં મુખ્ય પગલું ‘વોટર બેલ‘ પહેલ છે, જે દિલ્હી અને ઉત્તરાખંડમાં અપનાવવામાં આવે છે. જે વિદ્યાર્થીઓને હાઈડ્રેટેડ રહેવાની યાદ અપાવે છે. આ સિવાય દિલ્હી અને તેલંગણામાં સવારે ૧૧ કલાકથી સાંજે ૪ કલાક સુધી આઉટડોર એક્ટિવિટી અને ગેમ્સ બંધ કરવામાં આવી છે.



