
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
દેશની સર્વોચ્ચ અદાલત એવી સુપ્રીમ કોર્ટે ગુરુવારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા
(FSSAI) ને પેકેજ્ડ ખાદ્ય ઉત્પાદનો પર સાકર, ચરબી અથવા મીઠાનું પ્રમાણ વધુ હોય તો આગળના ભાગમાં સ્પષ્ટ
દેખાય એવું લાલ ચેતવણીનું લેબલ લગાવવાની એક જ તબક્કાની વ્યવસ્થા ઘડવાનો નિર્દેશ આપ્યો છે.
આ સાથે જ કોર્ટે બિનઆરોગ્યપ્રદ ઉત્પાદનો તપાસમાંથી છટકી ન જાય એ સુનિશ્ચિત કરવા માટે સૂચિત
પોષક તત્વોની મર્યાદાની ફરીથી સમીક્ષા કરવાનો આદેશ પણ આપ્યો છે. ડ્રાફ્ટ નિયમોને અંતિમ સ્વરૂપ આપવા માટે
ફૂડ રેગ્યુલેટરને ચાર મહિનાનો સમય આપતા જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે
જણાવ્યું હતું કે ચેતવણીનાં લેબલ રજૂ કરવામાં થતો વિલંબ જાહેર આરોગ્ય અને ખાસ કરીને બાળકોના ભોગે થઈ
રહ્યો છે.
કારણ કે ગ્રાહકોને પોષક તત્વોની પૂરતી માહિતી આપ્યા વિના પેકેજ્ડ ફૂડનું વેચાણ ચાલુ છે. બંધારણ દિવસે
ચુકાદાનો મુખ્ય ભાગ વાંચતા જસ્ટિસ જે. બી. પારડીવાલાએ કહ્યું હતું કે બંધારણ આરોગ્યના અધિકારને માન્યતા
આપતું હોવાથી કોર્ટ આ ચુકાદો આપવા માટે આનાથી વધુ યોગ્ય અવસર પસંદ કરી શકી ન હોત.
હવે જોવાનું એ છે કે એક બાજુ બજારમાં ફરસાણ અને ભજિયાવાળા રૂપિયા 30 થી ઓછું મળશે નહિ ના
બોર્ડ મારે છે ત્યારે બીજી બાજુ રૂપિયા પાંચ અને રૂપિયા ૧૦ માં વેચાતા પડીકાના માલની ગુણવત્તા કેવી હશે? એ
પણ એક વિચારવા જેવો સવાલ છે. ત્યારે હવે જોવાનું એ છે કે લાલ વોર્નિંગનો અમલ ચાર માસમાં કેટલો થાય છે?
લેબલમાં વિલંબ એ બાળકોના આરોગ્ય માટે નુકસાનકારક હોવાનું કોર્ટનું અવલોકન છે. ત્યારે એનો અમલ જલ્દી થાય
એ જ ઈચ્છનીય છે.




