
ચૂંટણી પંચ પર કોંગ્રેસના પ્રહાર.‘એક્ઝિટ પોલ એક મોટું રેકેટ છે, CEC જ્ઞાનેશ કુમાર પક્ષપાતી’ .જયરામ રમેશે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ‘ચૂંટણી પંચે આ ચૂંટણીઓમાં નિષ્પક્ષ કામગીરી નિભાવી નથી.
પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોના ગઈકાલે જાહેર થયા એક્ઝિટ પોલ જાહેર થયા બાદ કોંગ્રેસનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસે એક્ઝિટ પોલને રેકેટ ગણાવ્યું છે અને ચૂંટણી પર પક્ષપાત કરવાનો આક્ષેપ કર્યો છે. એક્ઝિટ પોલ મુજબ, બંગાળ અને આસામમાં ભાજપની જીત થવાની અને તમિલનાડુમાં દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK), કેરળમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF), પુડુચેરીમાં ભાજપ ગઠબંધનની સરકાર બનવાની શક્યતા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે, ‘એક્ઝિટ પોલના તારણો રેકેટ જેવા અને ખોટા છે. હવે મત આપવાનો અધિકાર ખતરામાં આવી ગયો છે.’ ગઈકાલે એક્ઝિટ પોલના તારણો જાહેર કરાયા હતા, જેમાં આસામમાં ભાજપ, કેરળમાં કોંગ્રેસ-ડાબેરી, તમિલનાડુમાં ડીએમકેને સત્તા જ્યારે પશ્ચિમ બંગાળમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જયરામ રમેશે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ‘ચૂંટણી પંચે આ ચૂંટણીઓમાં નિષ્પક્ષ કામગીરી નિભાવી નથી. જેટલો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પક્ષપાત કર્યો છે, તેવું અગાઉ ક્યારેય થયું નથી. તેઓ અગાઉના અગાઉના ચૂંટણી કમિશનર કરતા વધુ પક્ષપાતી છે. અગાઉના સીઈસીના સમયથી પક્ષપાત શરૂ થયો હતો. અમે ચૂંટણી લડવાની સાથે ચૂંટણી પંચ સાથે પણ લડી રહ્યા હતા. અમે સંસદમાં રજૂ કરેલા મહાભિયોગ પ્રસ્તાવમાં જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ૯ આક્ષેપો કર્યા છે.’
તેમણે એમ પણ કહ્યું કે, ‘અમે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવા માટે સંસદમાં ફરી મહાભિયોગ પ્રસ્તાવ લાવીશું. હવે સમય આવી ગયો છે કે, મત આપવાના અધિકારને મૌલિક અધિકાર બનાવાવનો સમય આવી ગયો છે. મત આપવો નાગરિકોનો બંધારણીય અધિકાર છે. ભારતનું બંધારણ બનાવવામાં યોગદાન આપનાર નંદલાલ બોઝના પરિવારનું નામ પણ મતદાર યાદીમાં સામેલ નથી.’
કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, ‘પાત્ર ભારતીય નાગરિકોને મત આપવાા અધિકારથી વંચિત કરવામાં આવી રહ્યા છે. ગૃહમંત્રીએ જે ૩ડ્ઢનો ઉલ્લેખ કર્યો હતો, તેનો અર્થ શોધો, હટાવો અને દેશમાંથી કાઢો હતો. તમે કેટલાક બિન-ભારતીયોને શોધ્યા, કેટલાને હટાવ્યા અને કેટલાને દેશમાંથી કાઢ્યા ? હવે મત આપવાનો અધિકાર ખતરામાં છે.’
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આસામ, પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ગયું છે, બુધવારે પશ્ચિમ બંગાળમાં બીજા અને અંતિમ તબક્કામાં ભારે ગરમી વચ્ચે પણ રેકોર્ડ ૯૨.૪૭ ટકા મતદાન થયું હતું. હવે આ તમામ રાજ્યોના ચૂંટણી પરિણામો ચાર મેના રોજ જાહેર કરવામાં આવશે, એવામાં વિવિધ એજન્સીઓ દ્વારા હાથ ધરાયેલા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ આસામમાં ભાજપ, કેરળમાં કોંગ્રેસ-ડાબેરી, તમિલનાડુમાં ડીએમકેને સત્તા જ્યારે પશ્ચિમ બંગાળમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.



