
૪૮ કલાકમાં લેવાશે મોટો ર્નિણય હિંસાના કારણે ટીમ ઈન્ડિયાના આયરલેન્ડ પ્રવાસ પર સંકટના વાદળ! ભારતને આયર્લેન્ડ સામે બે મેચની T20 સિરિઝ રમવાની છે, ત્યારબાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ જવા રવાના થશે ટીમ ઈન્ડિયા હાલમાં અફઘાનિસ્તાનની યજમાની કરી રહી છે. એકમાત્ર ટેસ્ટ મેચ બાદ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરિઝ રમાશે. આ સિરિઝ પૂરી થતાં જ ભારતીય ખેલાડીઓ UK ના પ્રવાસે જશે. ભારતને આયર્લેન્ડ સામે બે મેચની T20 સિરિઝ રમવાની છે, ત્યારબાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ જવા રવાના થશે. જાેકે, બેલફાસ્ટમાં ફાટી નીકળેલી હિંસાના કારણે ભારતના આયર્લેન્ડ પ્રવાસ પર સંકટના વાદળો ઘેરાયા છે.
ક્રિકેટ આયર્લેન્ડે આ અંગે એક સત્તાવાર નિવેદન પણ જારી કર્યું છે. હાલમાં એ કન્ફર્મ નથી કે ભારતની મેચ બેલફાસ્ટથી અન્ય કોઈ સ્થળે શિફ્ટ થશે કે પછી આ આખો પ્રવાસ જ રદ કરી દેવામાં આવશે.BCCI અને ક્રિકેટ આયર્લેન્ડ હાલની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. જાે ભારતનો આયર્લેન્ડ પ્રવાસ રદ થશે તો વૈભવ સૂર્યવંશીએ ડેબ્યૂ માટે વધુ રાહ જાેવી પડી શકે છે.
લિસબર્નમાં યોજાનારો ઈન્ટર-પ્રોવિન્શિયલ ્૨૦ ફેસ્ટિવલ રદ કરી દેવામાં આવ્યો છે. ગુરુવારે ક્રિકેટ આયર્લેન્ડે પુષ્ટિ કરી છે કે રવિવારે યોજાનારી આઈરિશ સિનિયર કપ અને નેશનલ કપની મેચો અંગે આગામી ૪૮ કલાકમાં અંતિમ ર્નિણય લેવામાં આવશે.
ક્રિકેટ આયર્લેન્ડે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, ક્રિકેટ આયર્લેન્ડ હાલમાં જે વિસ્તારોમાં અશાંતિનો માહોલ છે ત્યાની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને આ રવિવારે યોજાનારી આઈરિશ સિનિયર કપ અને નેશનલ કપની મેચો અંગે આગામી ૪૮ કલાકમાં ર્નિણય લેવામાં આવશે.
નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું કે, અમે સંબંધિત અધિકારીઓ અને અમારા પ્રોવિન્શિયલ યુનિયનો સાથે સતત સંપર્કમાં છીએ. ખેલાડીઓ, કોચ, મેચ અધિકારીઓ અને સમર્થકોની સુરક્ષા અમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે. આ અંગે જેમ જેમ વધુ માહિતી મળશે, તેમ તેમને જાણ કરવામાં આવશે.
એક અહેવાલ પ્રમાણે BCCI પણ બેલફાસ્ટની સ્થિતિ પર બાજ નજર રાખી રહ્યું છે. સિરિઝ શરૂ થતાં પહેલા બેલફાસ્ટમાં વણસેલી સ્થિતિએ BCCI ની ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં બેલફાસ્ટમાં થયેલી ચાકુબાજીની એક ઘટના બાદ પ્રવાસીઓ વિરુદ્ધ હિંસા ફાટી નીકળી છે.
હુમલાનો વીડિયો વાઈરલ થયા બાદ વંશીય તણાવ વધી ગયો છે અને ઘણા વિસ્તારોમાં હિંસક પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. બુકાનીધારી પ્રદર્શનકારીઓએ અનેક વાહનોને આગ ચાંપી દીધી છે, દુકાનો તથા વ્યાપારિક પ્રતિષ્ઠાનોને નિશાન બનાવ્યા છે અને જાહેર સંપત્તિને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
BCCI ના એક સૂત્રએ જણાવ્યું કે બેલફાસ્ટની વર્તમાન પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. બંને મેચ ક્યાં યોજાશે તે આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડ પર ર્નિભર રહેશે. જાે તેમની તરફથી કોઈ રિક્વેસ્ટ આવશે તો અમે તેના પર વિચાર કરીશું.



