
નવો ઇતિહાસ રચાયો.મોરોક્કોની ઇલેવનનો એકેય ખેલાડી મોરોક્કોમાં જન્મેલો નથી!.મોરોક્કોમાં ૯૯ ટકા ઇસ્લામ લોકોની વસતી છે : મોરોક્કોના આ ટૂર્નામેન્ટ માટેના કુલ ૨૬માંથી ૨૦ ખેલાડીમાં બીજા દેશમાં જન્મેલા.ભારતીય સમય મુજબ રવિવારે વહેલી સવારે બ્રાઝિલના ખેલાડીઓએ અહીં મોરોક્કો સામેની મૅચને ડ્રૉમાં લઈ જઈને નિરાંતનો શ્વાસ લીધો હશે, કારણકે પોતાનાથી ઊતરતા ક્રમની મોરોક્કો ની ટીમ સામે પરાજય ન જાેવો મળ્યો એનો બ્રાઝિલિયનોને હાશકારો થયો હશે. જાેકે આ મુકાબલો રમનાર ખુદ બ્રાઝિલના તમામ ખેલાડીઓને મોરોક્કોની લડાયક ટીમ વિશેની એક રસપ્રદ હકીકત જાણમાં નહીં હોય. મોરોક્કોની ટીમે આ વખતે એક અનોખો ઇતિહાસ રચ્યો છે. આ મૅચ ૧-૧થી ડ્રૉમાં ગઈ હતી. ફિફા રૅન્કિંગમાં બ્રાઝિલ છઠ્ઠા અને મોરોક્કો સાતમા નંબરે છે.ઉત્તર આફ્રિકામાં અલ્જિરિયા તેમ જ સ્પેનના તાબા હેઠળના કેટલાક ટાપુઓની પાડોશમાં આવેલા મોરોક્કો દેશના ગોલકીપર સહિતના જે ૧૧ ખેલાડી બ્રાઝિલ સામેની મૅચમાં રમ્યા એ ઇલેવનમાંથી એકેય ખેલાડી મોરોક્કોમાં જન્મેલો નહોતો. ખરેખર તો મોરોક્કોના આ ટૂર્નામેન્ટ માટેના કુલ ૨૬માંથી ૨૦ ખેલાડીમાં બીજા દેશમાં જન્મેલા છે. આમાંથી મોટા ભાગના પ્લેયર યુરોપના દેશોમાં અથવા કૅનેડામાં જન્મેલા છે.મોરોક્કોમાં ૯૯ ટકા ઇસ્લામ લોકોની વસતી છે. આ દેશના ફૂટબૉલ ફેડરેશને આ મૅચમાં મોરોક્કોમાં ન જનમ્યા હોય એવા તમામ ૧૧ ખેલાડીઓને મેદાન પર ઊતારીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યાે હતો. મોરોક્કો એવો પ્રથમ દેશ બન્યો છે જેણે ફૂટબૉલ વર્લ્ડ કપમાં એવી સ્ટાર્ટિંગ ઇલેવનને રમવા ઊતારી જેના તમામ ખેલાડીઓ મોરોક્કો સિવાયના દેશમાં જન્મેલા છે. ખેલાડીઓની આ લાઇન-અપ બતાવે છે કે ફૂટબૉલની ટૅલન્ટ વિશ્વભરમાં ફેલાયેલી છે.



