
NCERT ફરી વિવાદમાં ૪૫૦૦ વર્ષ જૂની કાંસ્ય પ્રતિમાને કપડાં પહેરાવી દીધા નવી બુકમાં આ પ્રતિમાને અપેક્ષાકૃત ઘાટા રંગથી રંગી દેવામાં આવી છે, તેના ધડના અમુક ભાગને ઢાંકેલો દેખાડ્યો છે NCERT ફરી એક વાર વિવાદોમાં આવ્યું છે. સંસ્થાએ ધોરણ નવના કલાના પાઠ્યપુસ્તકમાં મોહેંજાે દડોની પ્રસિદ્ધ ડાન્સિંગ ગર્લની તસવીરને ઢાંકી દીધી છે. આ ૪૫૦૦ વર્ષ જૂની કાંસ્ય પ્રતિમા દાયકાઓથી ભારતીય સ્કૂલોના પાઠ્યપુસ્તકોનો ભાગ રહી છે. નવી બુકમાં આ પ્રતિમાને અપેક્ષાકૃત ઘાટા રંગથી રંગી દેવામાં આવી છે. તેના ધડના અમુક ભાગને ઢાંકેલો દેખાડ્યો છે. જે તેની મૂળ છબિથી એકદમ અલગ છે. આ છબિ દ્ગઝ્રઈઇ્ની એ નવી કલા શિક્ષણ સિરીઝના પાઠ્યપુસ્તકમાં સામેલ છે, જેને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને રાષ્ટ્રીય પાઠ્યચર્યા રૂપરેખા અંતર્ગત પહેલી વાર ધોરણ ૧થી ૧૦ માટે તૈયાર કર્યા છે. આ પહેલનો ઉદ્દેશ્ય કલા શિક્ષણને મુખ્યધારાના શાળાકીય શિક્ષણનો ભાગ બનાવવાનો છે.
આપને જણાવી દઈએ કે, મોહેંજાે દડોથી પ્રાપ્ત મૂળ કાંસ્ય પ્રતિમા ખાલી ૧૦.૫ સેમી ઊંચી છે. આ પોતાની સ્વાભાવિક અને યથાર્થપરક પ્રસ્તુતિ માટે પ્રખ્યાત છે. આ આકૃતિને ચૂડીઓ અને એક હાર ઉપરાંત ર્નિવસ્ત્ર રીતે દર્શાવવામાં આવી છે.
જાે કે એનસીઈઆરટીના એક અધિકારીએ પુષ્ટિ કરી છે કે આ મામલાને પાઠ્યપુસ્તક વિકાસ દળ પાસે સમીક્ષા માટે મોકલવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે, આ મામલાને પાઠ્યપુસ્તક વિકાસ ટીમ પાસે મોકલવામાં આવશે અને તેઓ તેની તપાસ કરી રહ્યા છે. તેની પાછળ કોઈ ખાસ કારણ નથી. ધોરણ ૬ની સામાજિક વિજ્ઞાનની પુસ્તકમાં ડાન્સિંગ ગર્લને તેના મૂળ સ્વરૂપમાં અન્ય કેટલાય પુરાવશેષો સાથે દર્શાવવામાં આવી છે.
મોહેંજાે દડોની ફેમસ કાંસ્ય પ્રતિમાના પ્રસ્તુતિકરણને લઈ પહેલી વાર વિવાદ નથી થયો. આ અગાઉ પણ મે ૨૦૨૩માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પો ૨૦૨૩ના અવસર પર દિલ્હીના પ્રગતિ મેદાનમાં એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં તેમણે આયોજનના શુભંકરનું અનાવરણ કર્યું હતું, જે ડાન્સિંગ ગર્લની એક સમકાલિન પ્રતિરૂપ હતી.



