
૨૦૨૫માં ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી ૩,૨૫૮ લોકોને ભારત પરત મોકલાયા.અમેરિકાએ ૨૦૦૯થી અત્યાર સુધીમાં ૧૮,૮૨૨ ભારતીયોનો દેશનિકાલ કર્યા.પહેલી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ૧૫૩ દેશોમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ૧૮,૮૨,૩૧૮ હતી.અમેરિકાએ ૨૦૧૯થી ભારતના આશરે ૧૮,૮૨૨ નાગરિકોનો દેશ નિકાલ કર્યાે છે. જાન્યુઆરી ૨૦૨૫માં પ્રેસિડન્ટ ડોનાલ્ટ ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી ભારતના ૩,૨૫૮ લોકોને ડિપોર્ટ કરાયા હતાં. ૨૦૨૩માં ૬૧૭ અને ૨૦૨૪માં ૧,૩૬૮ ભારતીયોને ઘરભેગા કરાયાં હતાં. છેલ્લા ૫ વર્ષમાં ૬૨ ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકામાં પ્રવેશ પણ નકારવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારો અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ પણ માનવ તસ્કરીના કેસોની તપાસ કરી છે, જેમાં પંજાબમાં આવા સૌથી વધુ કેસ છે.રાજ્યસભાામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે જાન્યુઆરી ૨૦૨૫થી કુલ ૩,૨૫૮ ભારતીય નાગરિકોને અમેરિકાએ ભારત પરત મોકલ્યાં હતાં. આમાંથી ૨,૦૩૨ વ્યક્તિઓ (આશરે ૬૨.૩ ટકા)ને રેગ્યુલર કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા મોકલવામાં આવ્યા હતાં, જ્યારે બાકીના ૧,૨૨૬ (૩૭.૬ ટકા) યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) અથવા યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન (CBP) દ્વારા સંચાલિત ચાર્ટર ફ્લાઇટ્સ દ્વારા મોકલવામાં આવ્યાં હતાં. જયશંકરે જણાવ્યું હતું કે યુએસ આઈસીઈ, સીબીપીની દેશનિકાલ કાર્યવાહી દરમિયાન દેશનિકાલ કરાયેલા લોકો સાથે માનવીય વર્તન સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય અમેરિકાના સત્તાવાળા સાથે સતત સંપર્કમાં છે.
મંત્રાલયે દેશનિકાલ કરતાં લોકો સાથેના વર્તન અંગે અંગે ખાસ કરીને મહિલાઓ અને બાળકો પર બેડીઓના ઉપયોગ અંગે યુ.એસ. અધિકારીઓ સમક્ષ પોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે. ૫ ફેબ્રુઆરીની દેશનિકાલ ફ્લાઇટ પછી મહિલાઓ અને બાળકોને બેડીઓ બાંધીને રાખવાનો કોઈ કિસ્સો વિદેશ મંત્રાલયના ધ્યાન પર આવ્યો નથી.વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે રાજ્યસભામાં માહિતી માહિતી હતી કે પહેલી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ૧૫૩ દેશોમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ૧૮,૮૨,૩૧૮ હતી. આમાંછી અમેરિકામાં આશરે ૨.૫૫ લાખ, યુકેમાં ૧,૭૩ લાખ, યુએઇમાં ૨.૫૩ લાખ અને ઓસ્ટ્રેલિયામાં ૧.૯૬ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં. છેલ્લાં પાંચ વર્ષમાં યુકેએ ૧૭૦, ઓસ્ટ્રેલિયાએ ૧૧૪, રશિયાએ ૮૨, અમેરિકાએ ૪૫, યુક્રેને ૧૩ અને ફિનલેન્ડે ૫ ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટ પણ કર્યાં હતાં.



