
અમેરિકાના ૪૪ સંસદસભ્યોએ વિદેશમંત્રી માર્કો રૂબિયોને એક લેખિત પત્ર લખી.પાકિસ્તાનના આર્મી ચીફ અને PM ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ કરી.આ સાંસદોનો આરોપ છે કે પાકિસ્તાનમાં લશ્કર તમામ શાસન ચલાવે છે જેથી દેશના સામાન્ય લોકોના અધિકારોનું વ્યાપક પ્રમાણમાં ઉલ્લંઘન થઇ રહ્યું છે. અમેરિકાના ૪૪ સંસદસભ્યોએ વિદેશમંત્રી માર્કાે રૂબિયોને એક લેખિત પત્ર લખીને પાકિસ્તાનના આર્મી ચીફ અસિમ મુનિર અને વડાપ્રધાન શાહબાઝ શરીફ ઉપર તાત્કાલક અસરથી અમલમાં આવે એવો પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આ સાંસદોનો આરોપ છે કે પાકિસ્તાનમાં લશ્કર તમામ શાસન ચલાવે છે જેથી દેશના સામાન્ય લોકોના અધિકારોનું વ્યાપક પ્રમાણમાં ઉલ્લંઘન થઇ રહ્યું છે, એટલું જ નહી પરંતુ વિદેશોમાં વસતા પાકિસ્તાની મૂળના અમેરિકન નાગરિકોને પણ વિરોધ કરવા બદલ ધમકીઓ મળી રહી છે.
વિદેશમંત્રીને જે પત્ર લખવામાં આવ્યો છે તે ડેમોક્રેટિક પક્ષના સાંસદ પ્રમિલા જયપાલ અને ગ્રેગ કાસરની આગેવાની હેઠળ લખાયો છે. પોતાના પત્રમાં સાસદોએ આરોપ મૂક્યો છે કે પાકિસ્તાનમાં સરમુખ્ત્યારશાહી વધી રહી છે. પત્રકારોને ધમકીઓ આપવામાં આવી રહી છે, તેઓના અપહરણ થઇ રહ્યા છે અથવા તો તેઓને દેશ છોડી દેવા મજબૂર કરવામાં આવી રહ્યાં છે.સાંસદોએ પોતાના પત્રમાં કેટલાંક બનાવોનો ઉલ્લેખ કર્યાે છે જેમાં વર્જિનિયાના પત્રકાર અહેમદ નૂરાનીની ઘટનાનો પણ સમાવેશ કરાયો છે. નૂરાનીએ પાકિસ્તાની લશ્કરે આચરેલાં ભ્રષ્ટાચાર અંગે રિપોર્ટિંગ કર્યું હતું. ત્યારબાદ પાકિસ્તાનમાં રહેતાં તેમના બે ભાઇઓને ઉઠાવી લઇ તેઓને બે મહિના સુધી ગોંધી રખાયા હતાં. આ પત્રમાં સાસદોએ પાકિસ્તાનમાં વધી રહેલી સરમુખ્ત્યારશાહી પ્રત્યે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી.




