
એઆઈનો વિકાસ ધીમો કરવાના યુએસ કંપનીઓના દાવાથી ચીન ભડક્યું એઆઈ પર નિયંત્રણ વૈશ્વિક ટેક ઇનોવેશનથી ચીનને બહાર રાખવાનું કાવતરું : જિનપિંગ અમેરિકા એઆઈ પર ઇજારાશાહી જાળવી રાખવા માંગે છે, તેની માનસિકતા હજુ કોલ્ડ વોર જેવી : ચીનનો વળતો પ્રહાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ડેવલપમેન્ટને લઈને અમેરિકા અને ચીન આમનેસામને છે. અમેરિકામાં એન્થ્રોપિકના સીઇઓ ડેરિયો એમોડ્સે કરેલી ટિપ્પણીમાં ચેતવણી આપી છે કે ચીનની આગેવાની હેઠળનું એઆઈ ફક્ત અમેરિકા જ નહીં આખા વિશ્વને જાેખમમાં મૂકી શકે છે. તેની સામે ચીને પણ વળતો પ્રહાર કરતાં જણાવ્યું છે કે આ એઆઈ સેક્ટરમાં અમેરિકાના ઠંડા યુદ્ધની માનસિકતા છે.એમોડોઈએ આગાહી કરી છે કે એઆઈ એજન્ટ્સના સ્વાર્મ આગામી છથી બાર મહિનામાં ઇન્ટરનેટને ટેક ઓવર કરી શકે છે, સિવાય કે રિસર્ચરો તેના ડેવલપમેન્ટની સ્પીડ ઘટાડે. તેમણે જણાવ્યું હતું કે એઆઈની વૈશ્વિક ઝડપે ચીન સાથે સહયોગ સાધવાની જરુર પડશે. તેમણે ચીન દ્વારા બનાવવામાં આવતી અત્યાધુનિક એઆઈ ચિપ્સ અને ચિપમેકિંગ ઇક્વિપમેન્ટ પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું હતું જેથી અમેરિકાની એઆઈ મોરચે સ્પર્ધાત્મક ધાર જળવાઈ શકે.ચીનના વિદેશ મંત્રાલયે આના સંદર્ભમાં જણાવ્યું હતું કે એઆઇના મોરચે બધા જ પક્ષકારોએ જાેડે બેસીને કામ કરવાની જરુર છે. કોઈપણ પ્રકારના ડરની પૂર્વધારણા બાંધીને તેની સામે ઝેરી પ્રચાર ફેલાવવાથી વૈશ્વિક એઆઈ ગવર્નન્સની પ્રક્રિયા જ અવરોધાશે, જે કોઈના હિતમાં નહી હોય. ચીનના ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું હતું કે એમોડેઇનો લેખ ઉપરથી તો જાણે ગ્લોબલ એઆઈ સિક્રિટી પરનો લાગે છે, પરંતુ તેની પાછળ ચીનને અંકુશમાં રાખવાના પ્રયત્નો સીધા દેખાઈ આવે છે. આ લેખ જાણે એઆઈના સેક્ટરમાં કોલ્ડ વોરના સમયની પ્લેબૂક જ લાગે છે.એમોડેઇનો આ લેખ એફબીઆઈ, સાઇબરસિક્યોરિટી એન્ડ ઇન્ળાસ્ટ્રકચર સિક્યોરિટી એજન્સીએ ગયા સપ્તાહે જણાવ્યું હતું કે ચાઇનીઝ એઆઈ ડેવપરો આક્રમક રીતે અને ગેરકાયદેસરર રીતે અમેરિકાના કેટલાક અત્યાધુનિક અને એડવાન્સ્ડ ેએઆઈ મોડેલ્સ જેવા કે એન્થ્રોપિકની ક્લોડ અને ઓપન એઆઇની ચેટજીપીટી જેવા આબેહૂબ પણ સસ્તા એઆઈ મોડેલ્સ બનાવી રહ્યા છે. એક રીતે આ સીધી નકલ છે.ચીનના વાણિજ્ય મંત્રાલયે અમેરિકાના દાવાને ફગાવી દેતા આધાર વગરનો ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે કેટલીય એઆઈ કંપનીઓ ડિસ્ટિલેશનનો ઉપયોગ કરે છે તેમા કશું નવું નથી. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા એઆઇ ઉદ્યોગમાં તેની ઇજારાશાહી સુનિશ્ચિત રાખવા આ બધું કરી રહ્યુ છે. ચીન અને અમેરિકા બંનેએ તે સુનિશ્ચિત કરવું જાેઈએ કે બંનેમાંથી કોઈપણ એકબીજા સામે ટેક ચોકપોઇન્ટ ન સ્થાપે, એમ એશિયા સોસાયટી પોલિસી ઇન્સ્ટિટયુટ સેન્ટર ફોર ચાઇના એનાલિસિસના લિઝી લીએ જણાવ્યું હતું. જિનપિંગ સપ્ટેમ્બરમાં અમેરિકાની મુલાકાતે જવાના છે ત્યારે એઆઈનો મુદ્દો અત્યંત મહત્ત્વનો બની રહે તેવી સંભાવના છે.




