
ઈરાનનો મોટો ર્નિણય હોર્મુઝ સ્ટ્રેોટ તમામ જહાજાે માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત ઈરાનના આ ર્નિણયથી વૈશ્વિક બજારમાં તેલના ભાવ અને માલસામાનની સપ્લાય ચેઈનને મોટી રાહત મળશે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે થયેલા યુદ્ધવિરામ બાદ હવે હોર્મુઝ સ્ટ્રેટ તમામ વ્યાપારી જહાજાે માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ ર્નિણયથી વૈશ્વિક બજારમાં તેલના ભાવ અને માલસામાનની સપ્લાય ચેઈનને મોટી રાહત મળશે. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો. જે બાદ ઈરાને હોર્મુઝની ખાડીમાં જહાજાેની અવરજવર પર રોક લગાવી દીધી હતી. હોર્મુઝની ખાડી બંધ થઈ જવાના કારણે વિશ્વના અનેક દેશોમાં LPG, LNG તથા પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઈ હતી અને દરિયાઈ માર્ગે જહાજાેની અવરજવર ખોરવાઈ ગઈ હતી. અનેક દેશોમાં ગેસ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો પણ થયો હતો. વિશ્વભરમાં થતી અસરને જાેતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઈરાનને વારંવાર હોર્મુઝની ખાડી ખોલવા દબાણ કરી રહ્યા હતા. આ સિવાય યુરોપિયન દેશો પણ આ મામલે સતત દબાણ કરી રહ્યા હતા. અમેરિકા અને ઈઝરાયલે ઈરાન સાથે સીઝફાયરની જાહેરાત કર્યા બાદ હોર્મુઝ અંગે આશા જાગી હતી. જાેકે ઈઝરાયલે લેબેનોન પર સતત હુમલા કરતાં ઈરાન ભડક્યું હતું. ઈરાને શરત મૂકી હતી કે યુદ્ધવિરામ માત્ર અમારી સાથે જ નહીં લેબેનોન સાથે પણ થવું જાેઈએ. ઈરાને કહ્યું હતું કે જ્યાં સુધી ઈઝરાયલ લેબેનોન પર હુમલા બંધ નહીં કરે ત્યાં સુધી હોર્મુઝની ખાડી ખોલવામાં આવશે. જાેકે હવે ગુરુવારે ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થતા જ ઈરાને આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ખોલવાનો ર્નિણય લીધો છે.હવેથી ઈરાનના બંદરો અને મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન દ્વારા નક્કી કરવામાં આવેલા કોઓર્ડિનેટેડ રૂટ પર જહાજાે પસાર થઈ શકશે.
વિશ્વના કુલ ક્રૂડ ઓઈલના પુરવઠાનો મોટો હિસ્સો હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય છે. છેલ્લા દોઢ મહિનાથી આ માર્ગ બંધ હોવાથી પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા હતા, જે હવે નીચે આવવાની શક્યતા છે.



