
‘ગોડઝિલા’ની રિલીઝ મુલતવી! રણબીર કપૂરની ‘રામાયણ’ સામે હોલીવુડની મોટી ફિલ્મે કરી પીછેહઠ નીતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત ‘રામાયણ: રાઈઝ ઓફ અ લેજન્ડ’ પણ સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રીની તૈયારી બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અભિનીત અત્યંત અપેક્ષિત અને પૌરાણિક મહાકાવ્ય પર આધારિત ફિલ્મ ‘રામાયણ: ભાગ ૧’ ના આગમનને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ જાેવા મળી રહ્યો છે. આ ફિલ્મના પ્રચંડ ક્રેઝ અને દિવાળીના સમયગાળાને ધ્યાનમાં રાખીને સિનેમાઘરોમાં મોટો ફેરફાર જાેવા મળ્યો છે. પરિસ્થિતિ એવી સજાર્ી છે કે હોલીવુડ તથા જાપાનીઝ સિનેમાની જાણીતી ળેન્ચાઇઝી ‘ગોડઝિલા’ફિલ્મના નિર્માતાઓએ પણ ભારતમાં પોતાની ફિલ્મની રિલીઝ તારીખમાં ફેરફાર કરવાનો ર્નિણય લેવો પડ્યો છે.૬ નવેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થનારી જાપાનીઝ ફિલ્મ ‘ગોડઝિલા: માઈનસ ઝીરો’ ને ભારતમાં તેની રિલીઝ મુલતવી રાખવી પડી છે. અહેવાલો મુજબ, આ ફિલ્મ ખાસ કરીને પ્રીમિયમ IMAX થિયેટરો અને સ્ક્રીનો માટે તૈયાર કરવામાં આવી છે. જાે કે, તે જ સમયે નીતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત ‘રામાયણ: રાઈઝ ઓફ અ લેજન્ડ’ પણ સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે. ‘રામાયણ’ના ભારે ક્રેઝના કારણે ભારતભરની મોટાભાગની પ્રીમિયમ IMAX સ્ક્રીનો પર આ પૌરાણિક ફિલ્મે કબજાે જમાવી લીધો છે. પરિણામે, ‘ગોડઝિલા’ના નિર્માતાઓને પૂરતી સંખ્યામાં IMAX સ્ક્રીન ફાળવી શકાય તેમ ન હોવાથી ભારતીય બજારમાં ફિલ્મની રિલીઝ પાછળ ઠેલવાની ફરજ પડી છે.ભારતમાં ‘ગોડઝિલા’ના વિતરણનું કામ સંભાળી રહેલી PVR Inox કંપની દ્વારા હાલમાં નવી રિલીઝ તારીખ નક્કી કરવા પર ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે, જેથી આ શાનદાર ફિલ્મને દેશમાં પૂરતી સ્ક્રીન અને યોગ્ય પ્લેટફોર્મ મળી શકે. જાેકે, હજુ સુધી સત્તાવાર રીતે કોઈ નવી તારીખ જાહેર કરવામાં આવી નથી. જાે ‘ગોડઝિલા’ નિર્ધારિત સમયે જ સિનેમાઘરોમાં આવી હોત, તો ‘રામાયણ’ના પ્રચંડ પ્રવાહ સામે તેને મોટું નુકસાન વેઠવું પડત.બીજી તરફ, જાે ‘ગોડઝિલા’ની રિલીઝ તારીખ વધુ પાછળ ઠેલવામાં આવે તો પણ ફિલ્મની મુશ્કેલીઓ ઓછી થાય તેમ નથી. આગામી સમયમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ અને ‘ડ્યુન: પાર્ટ ૩’ જેવી અત્યંત લોકપ્રિય હોલીવુડ ફિલ્મો પણ ભારતીય બોક્સ ઓફિસ પર દસ્તક દેવાની તૈયારીમાં છે, જે જાપાનીઝ ફિલ્મ માટે મોટો પડકાર બની રહેશે. આ સિવાય, દિવાળીના માહોલમાં અક્ષય કુમારની બ્લોકબસ્ટર ફિલ્મ ‘મોહરા’ પણ ૩૨ વર્ષ બાદ ફરી મોટા પડદા પર પરત ફરી રહી છે, જેને કારણે સ્પર્ધા વધુ અતિ-કઠિન બની ગઈ છે.




