
૮ નંબર મારા માટે લકી નથી : એકતા એકતા કપૂરે ‘નાગિન ૮’ નહીં બનાવવાનો ર્નિણય લીધો એકતાએ વીડિયો શેર કરીને કરી સ્પષ્ટતા, નવી સિઝન આવશે પરંતુ ‘નાગિન ૮’ નામથી નહીં એકતા કપૂરે નાગિન ફ્રેન્ચાઈઝીથી ટીવી પર એક અલગ સફર નક્કી કરી. તેમના સુપરનેચરલ શોએ ઘણા ટીવી કલાકારોની કિસ્મત ચમકાવી. હવે એકતા કપૂરના આ સુપરહિટ ફ્રેન્ચાઈઝીના ૮મા પાર્ટને લઈને ચર્ચાઓ તેજ છે. એકતા કપૂર ટૂંક સમયમાં જ ‘નાગિન’ની નવી સિઝન લઈને આવવાની છે, પરંતુ ટીવી ક્વીને સ્પષ્ટ કરી દીધું છે કે તે નાગિન ૮ નહીં બનાવે. એકતા કપૂરે વીડિયો શેર કરીને સ્પષ્ટ કર્યું છે કે તે નાગિન ૮ નહીં બનાવે.એકતા કપૂરના નાગિનને લઈને ચર્ચાઓ બનેલી છે. એવામાં જાે તમને લાગી રહ્યું છે કે તે નાગિન ૮ નહીં બનાવે તો કદાચ તેનો મતલબ છે કે તે આગામી સિઝન નથી લાવી રહી. તો જણાવી દઈએ કે એવું બિલકુલ નથી. નાગિનની આગામી સિઝન આવવાની છે પરંતુ ટીવી ક્વીન તેને નાગિન ૮ના નામથી નહીં પરંતુ કોઈ અન્ય નામથી લાવવાની છે. એકતા કપૂરે પોતાના વીડિયોમાં કહ્યું કે ૮ નંબર તેમના માટે બિલકુલ પણ લકી નથી અને આ કારણે તે નાગિન ૮ નામથી શો બનાવવા નથી માંગતી.એકતા કપૂરે વીડિયોમાં પોતાના મિત્રને પણ પૂછ્યું કે જાે તે નામ નાગિન ૮ નહીં રાખે, તો તેમણે શું રાખવું જાેઈએ. તેમની ફ્રેન્ડે સજેસ્ટ કર્યું કે તે નાગિન ૭.૨૦ નામ રાખી શકે છે. એકતા કપૂરના આ સુપરનેચરલ શોની આગલી સિઝન ખૂબ જ સક્સેસફુલ હતી અને તેના જ નામ પર ફરીથી નામ રાખી શકાય છે.તેમજ આ વીડિયોમાં એકતા કપૂર કહેતા જાેવા મળી રહી છે કે તે પોતાના શોની સીધી સિઝન ૯ પણ લાવી શકે છે. એવામાં નક્કી છે કે એકતા કપૂર પોતાના આ સુપરનેચરલ શોની આગામી સિઝનનું ટાઈટલ કાં તો નાગિન ૭.૨૦ રાખશે અથવા તો પછી નાગિન ૯, પરંતુ તે નાગિન ૮ના નામથી સિરિયલ નહીં બનાવે.




