
(નીડર નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
અમેરિકાની આ મિડટર્મ ચૂંટણીનાં પરિણામો ભારત-અમેરિકા સંબંધોના ભવિષ્ય સુધી અસરકર્તા છે. એટલું જ નહિ પરંતુ ભારતીય-અમેરિકન સમુદાય માટે પણ મોંઘવારી અને નોકરીઓ જેવા પાયાના આર્થિક મુદ્દાઓ તેમજ ઈમિગ્રેશન અને કાયદા અમલીકરણ એજન્સીઓની (જેમ ભારતમાં CBI, ED, IT ) અતિશય દખલગીરીને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું હોવાથી પણ પરિણામો ચોંકાવનારાં આવતાં ટ્રમ્પને મોટો ફટકો પડયો છે. આમ સરેરાશ બંને મોટી ચૂંટણીઓમાં ડેમોક્રેટિક પાર્ટીએ બાજી મારી લીધી અને પ્રજાએ તુમાખીથી ભરેલા ટ્રમ્પને વાસ્તવિકતાનો અરીસો બતાવી દીધો છે. બીજી મહત્વની વાત એ છે કે, અમેરિકામાં વિવિધ રાજ્યોના ગવર્નરોની ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં પણ ટ્રમ્પની પાર્ટીને ભારે હારનો સામનો કરવો પડયો છે.
જ્યારે જાણકારોના મતે અમેરિકન પ્રજાએ આ વખતે ખરેખર અમેરિકાને ગ્રેટ બનાવવા માટે ટ્રમ્પનો સાથ છોડયો છે. (ભારતમાં પણ શક્યતા ખરી) છેલ્લા બે વર્ષથી સત્તામાં રહેલા અને તુમાખી તથા મદ થી ભરેલા ટ્રમ્પે અવિચારી નિર્ણયો લીધા, અવિચારી પગલાં ભર્યા, અવિચારી નીતિઓ લાગુ કરી, અવિચારી રીતે યુદ્ધો શરૂ કર્યા અને અવિચારી રીતે વિદેશ નીતિને બેહાલ કરી નાખી. તેના પગલે અમેરિકા ઉપરથી દુનિયા ભરનો વિશ્વાસ ઊઠતો જતો હતો. તેના પરિણામે જ અમેરિકી પ્રજાએ પક્ષીય વફાદારી, વંશીય જૂથો અને રાષ્ટ્રીયતાના ભેદભાવ ભૂલીને, ગેસોલીનના વધતા ભાવો, મોંઘવારી, ઈરાન સાથેનું યુદ્ધ અને ઇમિગ્રેશન મુદ્દે વાસ્તવિકતાનો અરીસો ટ્રમ્પને બતાવી દીધો છે. આ પરિણામો એ બદલાતા રાજકીય પ્રવાહનું બીજું પાસું રજૂ કર્યું હતું. ભારત આમાંથી શીખશે ખરૂ?




