
યુરોપના સુપરમાર્કેટ પર સાઇબર હુમલાનો ખતરો હેકર્સે હજારો ફ્રિજનું તાપમાન ૫૦ ડિગ્રી સુધી પહોંચાડ્યું સ્વીડન, બેલ્જિયમ સહિત ચાર દેશોમાં કૂલિંગ સિસ્ટમ ખોરવાઈ, સુપરમાર્કેટને મોટું નુકસાન થયું સમગ્ર યુરોપમાં હવે સુપરમાર્કેટના ફ્રીઝર્સ પર સાઇબર હુમલો કરવામાં આવ્યો છે. સ્વીડન, બેલ્જિયમ, લક્ઝર્બર્ગ, એસ્ટોનિયામાં અનેક સ્ટોરની કૂલિંગ સિસ્ટમમાં અચાનક ગડબડ થવા લાગી હતી. કેટલીક જગ્યાઓએ ફ્રિજ અને ફ્રીઝરનું તાપમાન વધીને ૫૦ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જે બાદ સાઇબર હુમલો થયો હોવાનો કંપનીઓએ દાવો કર્યાે હતો.સ્વીડનની કૂપ કંપનીએ મીડિયાને જણાવ્યું હતું કે અમારા છ સ્ટોર પર આ અસર જાેવા મફ્રી હતી, કંપનીઓએ જણાવ્યું હતું કે રાત્રીના સમયે અચાનક જ તમામ ફ્રીઝરના તાપમાનમાં મોટો ફેરફાર થયો હતો, અને ૫૦ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આ પહેલા પણ ફ્રાન્સમાં આ જ પ્રકારના હુમલા થઇ ચુક્યા છે જેમાં અનેક સુપરમાર્કેટના હજારો ફ્રિજને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ફ્રિજ પર સામૂહિક સાઇબર હુમલાની આ બીજી ઘટના છે.સોમવારે બેલ્જિયમ, લક્ઝમબર્ગમાં સુપરમાર્કેટ ચલાવનારી કંપનીઓ અહોલ્ડ ડેલાઇઝ અને કોલરૂઇટે જણાવ્યું હતું કે રાત્રીના સમયે કંપનીની કૂલિંગ સિસ્ટમ પર સાઇબર હુમલો કરવામાં આવ્યો હતો. અચાનક જ તાપમાનમાં વધારો કરી દેવામાં આવ્યો હતો. બેલ્જિયમન રેફ્રિજરેશન કંપની સબકોબેલેના સાઇઓએ જણાવ્યું હતું કે આ એક સાઇબર હુમલો હતો, અમારી કૂલિંગ યુનિટના ઇવેપોરેટરને ડીફ્રાસ્ટ મોડમાં નાખી દેવામાં આવ્યું હતું, જેને કારણે કૂલિંગ સિસ્ટમ જ ઠપ થઇ ગઇ હતી અને તાપમાન વધી ગયું હતું. કંપનીઓના જણાવ્યા મુજબ એક સાથે અનેક ફ્રિજનું તાપમાન વધી જતા મોટું નુકસાન પણ થયું છે.




