
( નિીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા) સુરત
અંકલેશ્વર ના જાણીતા સમાજ સેવક સિનિયર એડવોકેટ અને ઉધોગપતિ શ્રી ડી સી સોલંકી સાહેબે વાલ્મીકિ સમાજ આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે સધ્ધર થાય અને સમાજ ના ઉત્થાન માટે પૂરા ગુજરાત માં સામુહિક પ્રયાસ કરી શકાય તે માટે ગુજરાત વાલ્મીકિ સમાજ ની સામાજિક સંસ્થા ગુજરાત પ્રદેશ વાલ્મીકિ સમાજ ના કાર્યકારી પ્રમુખ તરીકે ની સેવા બજાવવા સ્વૈચ્છિક સ્વીકાર કરેલ છે.જે બદલ ગુજરાત પ્રદેશ વાલ્મીકિ સમાજ ના પ્રમુખ ભાઈલાલ બી વૈષ્ણવ કાર્યકારી પ્રમુખ શશીકાંત સોલંકી મહામંત્રી કાન્તિભાઈ બી સોલંકીએ આનંદ અને ગૌરવ ની લાગણી અનુભવી છે .સમાજની નિષ્ઠા નિઃસ્વાર્થ સેવા બજાવતા શ્રી ડી સી સોલંકી સાહેબ વાલ્મીકિ સમાજ ને માર્ગદર્શન અને સમાજ ને સત્ય અને અહિંસા ના રસ્તે આગળ વધવામાં સફળતા મળશે અને સમાજ ચોક્કસ પ્રગતિ કરશે પ્રોત્સાહન મળશે એવો આશા અને વિશ્વાસ. ભાઈલાલ બી વૈષ્ણવ પ્રમુખ ,




