
ફાયરિંગ બાદ ટાઈગર શ્રોફ ફરી એક્શનમાં કાર પર ફાયરિંગની ઘટના બાદ ટાઈગરે જાહ્નવી સાથે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું ૧૮ ઓક્ટોબરના હુમલા બાદ સ્વસ્થ થઈ કામે પરત ફર્યાે, પુણેમાં ‘લગ જા ગલે’નું શેડ્યૂલ પૂરું કર્યું
બોલિવુડ અભિનેતા ટાઈગર શ્રોફે તાજેતરમાં તેની કાર પર થયેલા ગોળીબારની ઘટના પછી ફરીથી કામ શરૂ કરી દીધું છે. ગત, ૧૮ ઓક્ટોબરે ફૂટબોલ ગ્રાઉન્ડથી ઘરે પાછા ફરતી વખતે અજાણ્યા હુમલાખોરોએ તેની ગાડી પર ગોળીબાર કર્યાે હતો. આ હુમલામાં તેને સામાન્ય ઈજાઓ થઈ હતી, પણ હવે તે સ્વસ્થ થઈને શૂટિંગ પર પરત ફર્યાે છે.દિગ્દર્શક રાજ મહેતાની આગામી ફિલ્મ ‘લગ જા ગલે’નું પુણે શેડયુલ ટાઈગરે અભિનેત્રી જાહ્નવી કપૂર સાથે પૂર્ણ કર્યું છે. હેર અને મેકઅપ આર્ટિસ્ટ સૌરવ રોયે સોશિયલ મીડિયા પર એલજેજી પુણે રેપ લખેલી ચોકલેટ કેકની તસવીર શેર કરીને આ માહિતી આપી હતી, જેને જાહ્નવી કપૂરે પણ પોતાના એકાઉન્ટ પર ફરીથી શેર કરી હતી.ધર્મા પ્રોડક્શનની આ ફિલ્મમાં ટાઈગર અને જાહ્નવી સાથે અભિનેતા લક્ષ્ય પણ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. અગાઉ ટાઈગર ‘બાગી ૪’માં જાેવા મળ્યો હતો. હવે પછી તે રેમો ડિસોઝાની એક ફિલ્મમાં એલ્વિશ યાદવ અને અભિષેક બેનર્જી સાથે જાેવા મળશે.




