
રામાયણ હવે ચાર દેશોમાં મચાવશે ધૂમ રણબીર કપૂરની ‘રામાયણ’ ચીન સહિત ચાર દેશોમાં થશે રિલીઝ ચીનમાં સેન્સર મંજૂરી માટે ફિલ્મ રજૂ કરાઈ, રશિયા, જાપાન અને દક્ષિણ કોરિયામાં પણ રિલીઝની તૈયારીઓ ભારત અને યુએસની માર્કેટમાં રજૂ થઇ ચૂકેલી રણબીર કપૂરની ફિલ્મ રામાયણ ભાગ વનને હવે ચીન, રશિયા, જાપાન અને દક્ષિણ કોરિયામાં રજૂ કરવા માટે તૈયારીઓ થવા માંડી છે. ચીનમાં ફિલ્મને રિલિઝ કરવા માટે સેન્સરની મંજૂરી મેળવવા માટે ફિલ્મને સુપરત કરી દેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ફિલ્મની સફળતા માટે ૨૦૧૭ના પ્રથણ ત્રણ મહિના નિર્ણાયક પુરવાર થશે. આ સમયગાળામાં ફિલ્મને વિદેશના ચાર મોટા માર્કેટ્સમાં રજૂ કરવામાં આવશે. એક મોટી સિનેમા ઇવેન્ટ તરીકે આ ફિલ્મને આ માર્કેટ્સમાં રજૂ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ચીનમાં ફિલ્મને કેવી સફળતા મળે છે તેના પર બધાંની નજર છે. ભારતીય ફિલ્મો માટે ચીન હમેંશા એક મોટું બજાર બની રહ્યું છે.ભારતની ઘણી ફિલ્મોએ ચીનમાં નોંધપાત્ર બિઝનેસ કરેલો છે. ખાસ કરીને આમિર ખાનની ફિલ્મો ચીનના બજારમાં સારી ચાલી હતી.




