
અમદાવાદ મ્યુનિ. સોશિયલ મીડિયા પ્રચાર પાછળ કરોડો ખર્ચશે ઈન્ફ્લુએન્સર પાસે મ્યુનિ.ના વખાણ કરાવવા ૨ કરોડનો ખર્ચ દરરોજ ત્રણ પોસ્ટ અને રીલ મૂકવાની જવાબદારી એજન્સીને સોંપાશે, Gen Z ને આકર્ષવાની તૈયારી
સોશિયલ મીડિયા પર કોઈ ઈન્ફ્લુએન્સર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના વખાણ કરતા જાેવા મળે તો નવાઈ પામવી નહીં. સોશિયલ મીડિયા પર પોસ્ટ, રીલ અને વિડિયો બનાવીને મૂક્યા બાદ હવે મ્યુનિ. તંત્ર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પાસેથી પોતાનો પ્રચાર-પ્રસાર કરાવશે. કામગીરીના દેખાડા કરી ‘જેન ઝી’ (Gen Z) ને રાજી રાખવા માટે પ્રજાના પરસેવાના રૂ. ૨ કરોડ ખર્ચી નાખવામાં આવશે.અમદાવાદ મ્યુનિ. તંત્રને પણ જાણે સોશિયલ મીડિયાનો ફીવર ચડ્યો છે. પોતાના ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક, એક્સ (ઠ) એકાઉન્ટ અને યુટ્યુબ પર રીલ, વીડિયો અને પોસ્ટ મૂકી ફોલોઅર્સ વધારવા માટે વર્ષે રૂ. ૧.૦૮ કરોડનો ખર્ચ કરાશે. બે વર્ષ માટે રૂ. ૨.૧૬ કરોડના ખર્ચે આ કામગીરી ‘ઈવીએમ કન્સલ્ટન્સી’ને સોંપવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકાઈ છે. ઉપરાંત જીએસટી અલગથી ચૂકવવામાં આવશે.જાે કે, ત્રણેક મહિના અગાઉ સોશિયલ મીડિયા મેનેજમેન્ટ માટે મ્યુનિ.એ વર્ષે રૂ. ૬૦ થી ૭૦ લાખના ખર્ચનો અંદાજ રાખ્યો હતો. પરંતુ તે સમયે કોઈ એજન્સી કામ કરવા તૈયાર ન થતા રિ-ટેન્ડર કરવામાં આવ્યું હતું. હવે રિ-ટેન્ડર બાદ આ રકમ વધારીને સીધી એક કરોડ કરી દેવાઈ છે!‘રૂપા’ના સેટ પરથી ગોવિંદા અને કોમલ રાણીનો રોમેન્ટિક અંદાજ વાઇરલ, સોશિયલ મીડિયા પર ચર્ચામાં આ જાેડીઅત્યાર સુધી મ્યુનિ. તંત્ર દ્વારા રસ્તા પર મોટા હોર્ડિંગ્સ, બેનર લગાવી તેમજ પત્રિકાઓનું વિતરણ કરી લોકસંપર્ક કરાતો હતો. પરંતુ હવે યુવા વર્ગ સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેવો પડી રહ્યો છે. આ માટે એજન્સીને દરરોજ ઓછામાં ઓછી ત્રણ પોસ્ટ કે રીલ મૂકવા સૂચના અપાઈ છે.




