
અફઘાનિસ્તાનું મહિલાઓ માટે વાહિયાત ફરમાન દસ્તાવેજાેમાંથી મહિલાના નામ હટાવી લખી રહ્યા છે અપમાનજનક શબ્દ
સરકારી દસ્તાવેજાેમાં મહિલાઓના નામના બદલે ગાય કે Cow યા Goat યાને ગાય કે બકરી લખવામાં આવી રહ્યુ છે
અફઘાનિસ્તાનમાં તાલિબાન મહિલાઓ વિરુદ્ધ સખ્ત પ્રતિબંધો લગાવાઈ રહ્યા છે. દેશના બલ્ખ પ્રાંતમાં વધુ એક મહિલા વિરોધી ફરમાન જારી કરવામાં આવ્યુ છે. જ્યાં મહિલાઓના સરકારી દસ્તાવેજાે પર મહિલાઓના અસલી નામ લખવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સરકારી દસ્તાવેજાેમાં મહિલાઓના નામના બદલે ગાય કે Cow યા Goat યાને ગાય કે બકરી લખવામાં આવી રહ્યુ છે. મહિલાઓના નામના સ્થાને અપમાનજનક શબ્દો લગાવવાનો આરોપ લાગ્યો છે.
ધ ગાર્ડિયનની રિપોર્ટ અનુસાર સરકારી કર્મચારી અને સ્વાસ્થ્યકર્મી મહિલાઓને ‘બીબી’ શબ્દનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યુ છે. તેનો અર્થ સામાન્ય રીતે વૃદ્ધ મહિલા અથવા દાદી જેવો થાય છે.
જર્મનીમાં રહેનારી અફઘાન મહિલા અધિકાર કાર્યકર્તા લાલાહ ઓસ્માનીએ આ ફરમાનને મહિલાઓ માટે અપમાનજનક ગણાવ્યુ. તેમના જણાવ્યા અનુસાર મહિલાઓ ડૉક્ટરો અને સામાજિક કાર્યકર્તાઓએ આ પ્રકારના વ્યવહારની જાણકારી આપી છે. એક અન્ય અફઘાન કાર્યકર્તાએ પણ આ આદેશની પુષ્ટિ કરી છે. જાે કે તેમના અનુસાર હજુ કેટલાક પ્રાંતોમાં તેની અમલવારી નથી થઈ રહી, જે સારી બાબત છે.
મહિલા અધિકાર સંગઠન ફેમેનાની અફઘાનિસ્તાન પ્રમુખ જુબૈદા અકબરે આશંકા વ્યક્ત કરી છે કે આ નિયમ આગળ જતા સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવી શકે છે. તેમના અનુસાર પહેલા પણ સ્થાનિક સ્તરે આ પ્રકારના પ્રતિબંધ બાદ દેશભરમાં લાગુ કરાઈ ચુક્યા છે. સંગઠને મહિલાઓના અધિકારો પર રોક લગાવનારા ૧૪૪ જેટલા આદેશ નોંધ્યા છે.
તાલિબાનના શાસનમાં કિશોરીઓ માટે ૧૨ વર્ષની ઉમર બાદ શિક્ષણનો અધિકાર છીનવી લેવાયો છે. મહિલાઓને અનેક પ્રકારની નોકરી કરવાથી પણ રોકવામાં આવી રહી છે અને સાર્વજનિક જગ્યાએ તેમના આવવા જવા પર તેમજ બોલવાની આઝાદી પણ સીમિત કરી દેવાઈ છે. આમ છતા કેટલીક મહિલાઓ ગુપ્ત રીતે સ્કૂલ ચલાવી રહી છે અને નાના વ્યવસાય કરી રહી છે.
તાલિબાનના નૈતિક્તા મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ અસલમે મીડિયાને જણાવ્યુ કે મહિલાઓ કારોબાર અને સામાજિક ગતિવિધિઓમાં ભાગ લઈ શકે ચે. પરંતુ તેમને ઈસ્લામી શરીયા અને દેશના કાયદાનું પાલન કરવુ પડશે. ઓસ્માનીએ ચેતવ્યા કે મહિલાઓના નામ મિટાવવાની અસર તેમની સારવાર પર પણ પડી શકે છે. મેડિકલ રિપોર્ટ અને રેકોર્ડમાં એક જેવા નામો હોવાથી દર્દીઓની ઓળખમાં પણ મોટી ભૂલો થઈ શકે છે.
પહેલેથી મહિલાઓને પુરુષ ડૉક્ટરો પાસે સારવાર કરાવવા અને મહિલાઓના મેડિકલ શિક્ષણ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઓસ્માનીએ ૨૦૧૭ માં સરકારી દસ્તાવેજાેમાં માતાનું નામ નોંધાવવા અભિયાન શરૂ કર્યુ હતુ. ધમકીઓ છતા તેમનો પ્રયાસ સફળ થયો અને ૨૦૨૦માં નિયમ બદલી દેવાયો. ત્યારબાદ જન્મપ્રમાણપત્ર જેવા દસ્તાવેજાેમાં માતાનું નામ સામેલ કરવાનું શક્ય બન્યુ. ઓગસ્ટ ૨૦૨૧માં અમેરિકી સેનાની વાપસી દરમિયાન અફઘાન સરકાર પડી ગઈ અને તાલિબાને ફરી સત્તા સંભાળી. ત્યારબાદ મહિલાઓને મળતી સુવિધાઓ અને મોટાભાગના અધિકારો છીનવી લેવાયા છે.




