
મહિલા અનામત અને સીમાંકનના મુદ્દે વિપક્ષ પર પ્રહાર પાર્ટી હિત કરતાં રાષ્ટ્રહિત મોટું હોવું જાેઈએ : વડાપ્રધાન મોદી જ્યારે રાજકીય સ્વાર્થ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ કરતાં મોટો બની જાય છે ત્યારે દેશના હિતને નુકસાન પહોંચે છે : મોદી
સંસદના વિશેષ સત્ર પહેલાં મહિલા અનામત અને સીમાંકનના મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વીડિયો સંદેશ મારફતે વિપક્ષી પક્ષો પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે રાજકીય પક્ષોના હિત કરતાં રાષ્ટ્રીય હિત વધુ મહત્ત્વનું હોવું જાેઈએ. કેટલાક પક્ષો પોતાના રાજકીય સ્વાર્થને રાષ્ટ્રહિતથી ઉપર રાખી રહ્યા હોવાનો આક્ષેપ કરતાં તેમણે કહ્યું કે આવી રાજનીતિની અસર દેશની મહિલાઓના અધિકારો અને સશક્તિકરણ પર પડે છે.
સંસદના વિશેષ સત્રની પૂર્વસંધ્યાએ આપેલા સંદેશમાં વડાપ્રધાને મહિલા અનામતના મુદ્દે ભાજપ અને NDA ની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નારી શક્તિને રાજકીય વ્યવસ્થામાં યોગ્ય ભાગીદારી અપાવવાની લડાઈ લાંબા સમયથી ચાલી રહી છે અને હવે તેને આગળ વધારવાની જરૂર છે.
વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે જ્યારે રાજકીય સ્વાર્થ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ કરતાં મોટો બની જાય છે ત્યારે દેશના હિતને નુકસાન પહોંચે છે. કેટલાક રાજકીય પક્ષો માટે પાર્ટી હિત જ સર્વોપરી બની ગયું હોવાનો આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે દેશનું હિત અને મહિલાઓનું સશક્તિકરણ રાજકીય મતભેદોથી ઉપર હોવાં જાેઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ અને દ્ગડ્ઢછ નારી શક્તિને યોગ્ય પ્રતિનિધિત્વ અપાવવાના પોતાના સંકલ્પથી પાછળ હટશે નહીં. મહિલા અનામતની વ્યવસ્થા આજના સમયની જરૂરિયાત હોવાનું પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
મહિલા અનામત સાથે જાેડાયેલા બંધારણીય સુધારા અને સીમાંકનના પ્રસ્તાવને લઈને સરકાર તથા વિપક્ષ વચ્ચે મતભેદો જાેવા મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર આ વિધેયકોને આગળ વધારવાની તૈયારી કરી રહી છે, જ્યારે કોંગ્રેસ સહિતના ૈંદ્ગડ્ઢૈંછ ગઠબંધનના પક્ષો સીમાંકન પ્રક્રિયા અને લોકસભાની બેઠકોમાં સંભવિત વધારા સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
વિપક્ષી પક્ષોની મુખ્ય ચિંતા એ છે કે સીમાંકન બાદ વિવિધ રાજ્યોના રાજકીય પ્રતિનિધિત્વમાં કેવા ફેરફારો થશે અને વસ્તી નિયંત્રણમાં સફળ રહેલાં દક્ષિણનાં રાજ્યોને તેની કેવી અસર થશે.
સંસદના વિશેષ સત્રમાં મહિલા અનામત અને સીમાંકન સંબંધિત વિધેયકો પર ચર્ચા થવાની છે. એક તરફ સરકાર મહિલા પ્રતિનિધિત્વ વધારવાની જરૂરિયાત પર ભાર મૂકી રહી છે, તો બીજી તરફ વિપક્ષ સીમાંકનની પ્રક્રિયા, તેની જાેગવાઈઓ અને રાજ્યોના પ્રતિનિધિત્વ અંગે સ્પષ્ટતા માગી રહ્યો છે.
વડાપ્રધાનના તાજેતરના નિવેદન બાદ આ મુદ્દે રાજકીય ચર્ચા વધુ તેજ બની છે. હવે સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે આ વિધેયકોને લઈને કેવો સંવાદ અને મતભેદ જાેવા મળે છે તેના પર સૌની નજર રહેશે.




