
ઓસ્કર વિજેતા નવલકથા પરથી બનશે વેબ સિરીઝ એ પેસેજ ટુ ઈન્ડિયામાં નસીરુદ્દીન શાહ અને અલી ફઝલની એન્ટ્રી રીચી મહેતાના ર્નિદેશનમાં પાંચ એપિસોડની આંતરરાષ્ટ્રીય સિરીઝ બનશે, જેમાં ફિઓના શો અને ટોમ મિસોન પણ જાેવા મળશે
મૂળ ઈ એમ ફોર્સ્ટરની પ્રખ્યાત નવલકથા ‘એ પેસેજ ટુ ઇન્ડિયા’ પરથી અગાઉ ઓસ્કર વિજેતા ફિલ્મ બની ચૂકી છે.હવે આ જ નોવલ પરથી બની રહેલી એક વેબ સીરિઝમાં નસરુદ્દિન શાહ તથા અલી ફઝલ સહિતના કલાકારો ભૂમિકા ભજવવાના છે.‘દિલ્હી ક્રાઇમ‘ સીરિઝ બનાવી અમ્મી એવોર્ડ જીતનાર રીચી મહેતા હવે પાંચ હપ્તાની સીરિઝ ‘એ પેસેજ ટુ ઇન્ડિયા’બનાવી રહ્યા છે. આ સીરિઝનો દરેક એપિસોડ એક કલાકનો હશે.આ સીરિઝમાં અલી ફઝલ અઝીઝની ભૂમિકામાં અને નસીરૂદ્દીન શાહ ગોડબોલેની ભૂમિકામાં જાેવા મળશે. જ્યારે ફિઓના શો મિસિસ મૂર અને ટોમ મિસોન ફિલ્ડિંગની ભૂમિકા ભજવી રહ્યાં છે. આ એક સત્તાવાર યુકે-કેનેડા કો-પ્રોડકશન છે. આ નવલકથા પરથી અગાઉ ડેવિડ લીને ૧૯૮૪માં ફિચર ફિલ્મ બનાવી હતી જેને અગિયાર ઓસ્કર નોમિનેશન મળ્યા હતા અને તેમાંથી બે ઓસ્કર જીત્યા હતા.જેમાં પેગી એશક્રોફ્ટને મિસિસ મૂરની ભૂમિકા ભજવવા બદલ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર મળ્યો હતો.પુસ્તકો વાંચો




