
સમંથાના પરિવારમાં નવા સભ્યનું આગમન ૩૯ વર્ષની ઉંમરે અભિનેત્રી સમંથાએ પુત્રને જન્મ આપ્યો પુત્રના જન્મના સમાચાર જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર અભિનેત્રીના ચાહકો અને શુભેચ્છકો તરફથી અભિનંદન મળ્યાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સમંથા રુથ પ્રભુના જીવનમાં ખુશીઓનું આગમન થયું છે. અભિનેત્રી માતા બની ગઈ છે અને આ સમાચારથી તેના ચાહકોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. ૩૯ વર્ષની ઉંમરે માતા બનેલી સમંથાએ પોતાના જીવનની આ ખાસ ક્ષણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. એટલું જ નહીં, તેણે પોતાના નવજાત બાળકની પહેલી ઝલક પણ ચાહકોને બતાવી છે.સમંથા રુથ પ્રભુ અને તેના પતિ તથા ફિલ્મ નિર્માતા રાજ નિદિમોરુના ઘરે પુત્રનો જન્મ થયો છે. બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ખુશખબર આપી હતી. અભિનેત્રીએ પોતાના પુત્રનું નામ ‘દેવ નિદિમોરુ’ રાખ્યું છે. શેર કરવામાં આવેલી તસવીરમાં નવજાત બાળકની નાનકડી આંગળીઓ સમંથા અને રાજની આંગળીઓ પકડેલી જાેવા મળે છે. આ તસવીર સાથે બંનેએ પોતાના જીવનની ખુશી વ્યક્ત કરી હતીસમંથા અને રાજે પોતાના પુત્રનું નામ દેવ નિદિમોરુ રાખ્યું છે. અભિનેત્રીએ તસવીર સાથે ભાવુક સંદેશ પણ લખ્યો હતો. જેમાં તેણે જણાવ્યું કે તેમના જીવનમાં આ સૌથી ખુશીની ક્ષણ છે. બાળકની નાનકડી આંગળીઓની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવતાં જ ચાહકો અને ફિલ્મી જગતના લોકો તરફથી અભિનંદનનો વરસાદ શરૂ થયો છે. પુત્રના જન્મના થોડા દિવસ પહેલાં સમંથા અને રાજે ઘરે પરંપરાગત પૂજાનું આયોજન કર્યું હતું. ૧૭ નવેમ્બરના રોજ યોજાયેલી આ ધાર્મિક વિધિમાં બંને પરિવારના સભ્યો અને વડીલો હાજર રહ્યા હતા. આ દરમિયાન સમંથા લાલ રંગના પરંપરાગત પોશાકમાં જાેવા મળી હતી, જ્યારે રાજે પણ પરંપરાગત વસ્ત્રો પહેર્યાં હતાં. પરિવારના સભ્યોએ માતા અને બાળકના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. સમંથા રુથ પ્રભુ અને રાજ માટે આ ખાસ ક્ષણ છે, કારણ કે બંનેના જીવનમાં પ્રથમ સંતાનનું આગમન થયું છે. પુત્રના જન્મના સમાચાર જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર ચાહકો અને શુભેચ્છકો તરફથી અભિનંદન મળી રહ્યા છે. અભિનેત્રીની આ નવી શરૂઆતને લઈને તેના પ્રશંસકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.




