
ભોગ-મનોરથ અને ધજાજી ઉત્સવ માટે રૂ. ૨,૫૦૦ ફી નક્કી દ્વારકાના જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર પ્રતિબંધ મંદિર તંત્રનો મહત્વપૂર્ણ ર્નિણય; ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે વ્યવસ્થાપકની પૂર્વ મંજૂરી ફરજિયાત ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીને લઈને મંદિર તંત્ર દ્વારા મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. હવે મંદિર પરિસરમાં મંજૂરી વિના કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરી શકાશે નહીં. આ માટે મંદિરના વ્યવસ્થાપકની પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત બનાવવામાં આવી છે. ખાસ કરીને ભોગ-મનોરથ અને ધજાજી ઉત્સવ જેવા ધાર્મિક પ્રસંગોની ફોટોગ્રાફી માટે રૂ. ૨,૫૦૦ની ફી નક્કી કરવામાં આવી છે. દ્વારકાના જગત મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ધાર્મિક ઉત્સવો અને વિશેષ પ્રસંગો દરમિયાન પણ ભક્તોની ભારે ભીડ જાેવા મળે છે. આવી સ્થિતિમાં દર્શન વ્યવસ્થા, મંદિરની પવિત્રતા અને ધાર્મિક પરંપરાઓ જળવાઈ રહે તે હેતુથી તંત્ર દ્વારા ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટેના નિયમો કડક બનાવવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ મંદિર પરિસરમાં ફોટો કે વીડિયો ઉતારવા માટે મંદિરના વ્યવસ્થાપકની અગાઉથી મંજૂરી લેવી પડશે. મંજૂરી વિના કેમેરા અથવા અન્ય રેકોર્ડિંગ સાધનોનો ઉપયોગ કરી શકાશે નહીં. મંદિરમાં યોજાતા વિશેષ ધાર્મિક પ્રસંગો માટે ફોટોગ્રાફીની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ભોગ-મનોરથ તેમજ ધજાજી ઉત્સવ દરમિયાન ફોટોગ્રાફી કરાવવા ઇચ્છતા શ્રદ્ધાળુઓએ રૂ. ૨,૫૦૦ની નિર્ધારિત ફી ચૂકવવાની રહેશે. આ ઉપરાંત મંદિર તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલી પ્રક્રિયા અને શરતોનું પાલન કરવું પણ ફરજિયાત રહેશે. મંદિર પરિસરમાં ફોટોગ્રાફી અને કેમેરા સંચાલનને સુવ્યવસ્થિત બનાવવા માટે સંસ્થા દ્વારા નિયુક્ત અધિકૃત ફોટોગ્રાફરને જ મંજૂરી આપવામાં આવશે. અનધિકૃત વ્યક્તિઓ દ્વારા ફોટા કે વીડિયો ઉતારવા પર રોક રહેશે.
મંદિર તંત્રના આ ર્નિણય પાછળ દર્શન વ્યવસ્થામાં અડચણો ઊભી ન થાય, શ્રદ્ધાળુઓની ગોપનીયતા જળવાઈ રહે અને મંદિરની ગરિમા તથા ધાર્મિક પરંપરાઓનું જતન થાય તેવો હેતુ રહેલો છે. મંદિર તંત્રના આ ર્નિણયથી હવે વિશેષ ધાર્મિક પ્રસંગો દરમિયાન ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર નિયંત્રણ રહેશે. સાથે જ દર્શનાર્થીઓને શાંતિપૂર્ણ વાતાવરણમાં ભગવાન દ્વારકાધીશનાં દર્શનનો લાભ મળી રહે તે માટે વ્યવસ્થા વધુ સુચારુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જગત મંદિરમાં લાગુ કરવામાં આવેલા નવા નિયમોનું શ્રદ્ધાળુઓએ પાલન કરવું પડશે. હવે મંદિર પરિસરમાં ફોટોગ્રાફી કરાવવા ઇચ્છતા ભક્તોએ અગાઉથી મંજૂરી અને નિર્ધારિત પ્રક્રિયાની જાણકારી મેળવી લેવી જરૂરી બનશે.




