
દરેકને ખુશ રાખી શકાય નહીં : કપિલ દેવ સિરાજની પસંદગીને ધાર્મિક રંગ આપવાના વિવાદ વચ્ચે કપિલ દેવે જવાબ આપ્યો પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટની કામગીરીનો કર્યો બચાવ ન્યૂઝીલેન્ડ સામેની વેલિંગ્ટન ટેસ્ટમાં ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજને પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન ન મળતાં શરૂ થયેલો વિવાદ હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે સિરાજને તેના નામના આધારે ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ વિવાદ વચ્ચે ભારતના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે દરેકને ખુશ રાખી શકાય નહીં અને ટીમની પસંદગીનો ર્નિણય પસંદગીકારો, કેપ્ટન તથા ટીમ મેનેજમેન્ટનો હોય છે. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કપિલ દેવને ઈમરાન મસૂદના નિવેદન અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે ટીમની પસંદગી અંગે ર્નિણય લેવાની જવાબદારી પસંદગીકારો, કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટની છે. તેમના જણાવ્યા મુજબ, આ જવાબદારી સંભાળતા લોકો જ આ મુદ્દે યોગ્ય જવાબ આપી શકે છે.
કપિલ દેવે પસંદગીકારોની કામગીરીની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓ સારું કામ કરી રહ્યા છે. દરેક વ્યક્તિને ખુશ રાખવી શક્ય નથી. તેથી ટીમ પસંદગી અંગે બિનજરૂરી ટિપ્પણીઓ કરવાને બદલે જવાબદારી સંભાળતા લોકો પર વિશ્વાસ રાખવો જાેઈએ.
કપિલ દેવે વધુમાં જણાવ્યું હતું કે વ્યક્તિગત પસંદ-નાપસંદ કરતાં ટીમની યોજના અને દેશનું પ્રદર્શન વધારે મહત્ત્વ ધરાવે છે. તેમણે કહ્યું કે તેમને મોહમ્મદ સિરાજ પસંદ છે, પરંતુ તેના આધારે ટીમમાં સ્થાન આપવાનો ર્નિણય લઈ શકાય નહીં. ટીમમાં કોને સ્થાન આપવું તે પસંદગીકારો, મેનેજમેન્ટ અને કેપ્ટનનો અધિકાર છે. તેમણે ભારતીય ક્રિકેટની વ્યવસ્થા પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે ટીમ સારું પ્રદર્શન કરી રહી છે તે સૌથી મહત્ત્વની બાબત છે. વ્યક્તિગત અભિપ્રાયો કરતાં સંગઠનની રણનીતિને પ્રાધાન્ય મળવું જાેઈએ.
ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્લેઈંગ ઇલેવનમાં મોહમ્મદ સિરાજને સ્થાન મળ્યું ન હતું. ત્યારબાદ કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદે આ ર્નિણય સામે સવાલ ઉઠાવતાં આરોપ લગાવ્યો હતો કે સારા પ્રદર્શન છતાં સિરાજને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી અને તેના નામના કારણે તેની સાથે ભેદભાવ થઈ રહ્યો હોવાની શક્યતા છે.
આ નિવેદન બાદ ક્રિકેટ અને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ હતી. હવે કપિલ દેવની પ્રતિક્રિયાથી આ વિવાદમાં નવી ચર્ચા જાગી છે. જાેકે, સિરાજને ટીમમાં સ્થાન ન મળવા અંગે પસંદગીકારો તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી હોવાની માહિતી નથી.




