
રામાયણના બજેટ પર મુકેશ ખન્ના નારાજ ૪,૦૦૦ કરોડ ખર્ચવા છતાં રામાયણની મૂળ કથા બદલાઈ તો પૈસા બરબાદ: મુકેશ ખન્ના રાવણના પાત્રથી લઈને સીતાના ચિત્રણ સુધી ફિલ્મના નિર્માતાઓ સામે ઉઠાવ્યા સવાલ
રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી અભિનીત ફિલ્મ ‘રામાયણ’ને લઈને ચર્ચાઓ અટકવાનું નામ લઈ રહી નથી. હવે દિગ્ગજ અભિનેતા મુકેશ ખન્નાએ ફિલ્મના નિર્માતાઓ અને તેના બજેટ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ફિલ્મના અંદાજિત રૂપિયા ૪,૦૦૦ કરોડના બજેટને બિનજરૂરી ગણાવીને નારાજગી વ્યક્ત કરી છે.મુકેશ ખન્નાના મતે, રામાયણ જેવી પવિત્ર ગાથાને દર્શકો સુધી પહોંચાડવા માટે આટલા મોટા બજેટની જરૂર નથી. તેમણે કહ્યું કે આ કોઈ સામાન્ય ફિલ્મની વાર્તા નથી, પરંતુ કરોડો લોકોની આસ્થા સાથે જાેડાયેલી રામાયણ છે. તેથી ફિલ્મ બનાવતી વખતે મૂળ કથા અને તેની ભાવનાઓ સાથે કોઈ છેડછાડ થવી જાેઈએ નહીં.તેમણે વધુમાં કહ્યું કે તેમને ફિલ્મે કેટલા કરોડ રૂપિયાની કમાણી કરી છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમના માટે સૌથી મહત્ત્વની બાબત એ છે કે ફિલ્મમાં મૂળ સત્યને છુપાવવામાં આવ્યું છે કે પછી તેમાં કોઈ ખોટી વાત ઉમેરવામાં આવી છે. જાે રૂપિયા ૪,૦૦૦ કરોડ ખર્ચ્યા પછી પણ વાર્તા પાછળ રહી જાય અને ભવ્યતા જ હાવી થઈ જાય, તો તે પૈસાનો બગાડ છે.મુકેશ ખન્ના પોતાની યુટ્યુબ ચેનલ પર ‘સંપૂર્ણ શ્રીરામ‘ સિરીઝ લઈને આવી રહ્યા છે. જેમાં તેઓ રામાયણની મૂળ કથા અને પ્રસંગો પર ખાસ ધ્યાન આપશે. આ વિશે જાણકારી આપતા તેમણે રામાયણ ફિલ્મ પર નિશાન સાધ્યું હતું. જેમાં પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ‘મેં સંપૂર્ણ શ્રીરામ બનાવી છે.’ તમને બતાવવા માટે જેને આપણી રામાયણ કહી શકાય. મુકેશ ખન્નાએ રાવણના પાત્રને આપવામાં આવેલા મહત્ત્વ સામે પણ વાંધો ઉઠાવ્યો છે. તેમના મતે, ફિલ્મમાં રાવણને ભગવાન રામ કરતાં વધુ ભવ્ય રીતે રજૂ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે રામાયણને ‘રાવણાયણ’ બનાવવાનો પ્રયાસ ન થવો જાેઈએ. ધાર્મિક કથાઓને પોતાની રીતે બદલવાની છૂટ નિર્માતાઓને ન હોવી જાેઈએ.આ ઉપરાંત તેમણે સીતાના પાત્રને યોદ્ધા તરીકે દર્શાવવા સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમના મતે, ધાર્મિક અને પૌરાણિક કથાઓમાં પોતાની મરજીથી નવા દૃશ્યો ઉમેરવા યોગ્ય નથી. આવી ફિલ્મો બનાવનારાઓએ કરોડો લોકોની ધાર્મિક લાગણીઓ અને મૂળ ગ્રંથોનું સન્માન કરવું જાેઈએ.મુકેશ ખન્નાએ સેન્સર બોર્ડની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે સૂચન કર્યું છે કે રામાયણ, મહાભારત અને અન્ય ધાર્મિક વિષયો પર ફિલ્મ બનાવવામાં આવે ત્યારે નિષ્ણાતો અને વિદ્વાનોની એક અલગ સમિતિની મંજૂરી ફરજિયાત હોવી જાેઈએ. આ સમિતિ ફિલ્મની વાર્તા અને દૃશ્યોની સમીક્ષા કરે, જેથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતા દૃશ્યો અટકાવી શકાય.




