
પુતિનના પ્રવાસ પહેલા રાહુલ ગાંધીનો આરોપ.વિદેશી મહેમાન આવે તો અમને મળવા નથી દેતા.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે, જેણે રાજકીય ભૂકંપ સર્જી નાખ્યો છે.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ૪-૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ભારતના પ્રવાસે છે ત્યારે તે પહેલા જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર એક મોટો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે સરકાર વિપક્ષના નેતાઓને કોઈ પણ વિદેશી પ્રતિનિધિમંડળ કે મહેમાનને મળવા દેતી નથી. જે લોકતંત્ર માટે ખતરનાક પરંપરા છે. રાહુલે કહ્યું કે અટલ બિહારી વાજપેયી અને મનમોહનસિંહના સમયમાં આવા કોઈ પ્રતિબંધ નહતા, જ્યારે વિપક્ષના નેતા (ન્ર્ઁ)ને પણ વિદેશી મહેમાનોને મળવાની તક મળતી હતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે જ્યારે તેઓ પોતે વિદેશ પ્રવાસ પર જાય છે, તો સરકાર તેમને રોકે છે જે સરકારની અસુરક્ષા દર્શાવે છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, જે પણ બહારથી આવે છે, તેમની નેતા વિપક્ષ સાથે બેઠક થાય છે, આ પરંપરા રહી છે…પરંતુ આજકાલ એવું થાય છે કે વિદેશી ગણમાન્ય વ્યક્તિ આવે છે કે જ્યારે હું ક્યાય બહાર જઉ છું તો સરકાર તેમને સૂચન આપે છે કે નેતા વિપક્ષને ન મળવું જાેઈએ…તો આ તેમની (સરકાર)ની નીતિ છે…આવું દર વખતે કરે છે…સંબંધ તો બધાની સાથે છે…ફક્ત સરકાર પ્રતિનિધિત્વ નથી કરતી, અમે પણ હિન્દુસ્તાનનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. સરકાર નથી ઈચ્છતી કે વિપક્ષના લોકો બહારના લોકોને મળે.
કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ મુદ્દે કડક પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે વિપક્ષના નેતાને પુતિનને ન મળવા દેવા તે સારી પરંપરા નથી. આ અસુરક્ષાના ભાવથી પ્રેરિત છે. પ્રિયંકાએ ભારપૂર્વક કહ્યું કે વિપક્ષ દેશનો હિસ્સો છે અને વિદેશી મહેમાનો જાેડે તેમની મુલાકાત લોકતાંત્રિક મૂલ્યોને મજબૂત કરે છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના આરોપો ફગાવી દીધા. તેમણે કહ્યું કે આવી કોઈ વાત નથી. જાે વિપક્ષના નેતા કોઈ વિદેશી નેતાને મળવા માંગતા હોય તો એપોઈન્ટમેન્ટ લઈને મળી શકે છે. આઠવલેએ તેને રાજકીય સ્ટંટ ગણાવતા કહ્યું કે કોઈને રોકતી નથી, પરંતુ પ્રોટોકોલનું પાલન થાય છે. પુતિનનો આ પ્રવાસ ૨૦૨૨ના યુક્રેન સંઘર્ષ બાદ તેમનો પહેલો ભારત પ્રવાસ છે. તેમાં પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક, રક્ષા ડીલ ( જેમ કે બ્રહ્મોસ મિસાઈલ અને એસ-૪૦૦ સિસ્ટમ), ઓઈલ વેપાર, અને શ્રમિક ગતિશિલતા કરાર પર ફોકસ રહેશે. ભારત-રશિયા વેપાર ૨૦૨૫માં ૬૮ અબજ ડોલર સુધી પહોંચી ચૂક્યો છે. મુખ્યત્વે તો રશિયન ઓઈલ આયાતથી.




